અરવલ્લીમાં વહેલી સવારે મેઘમહેર : સૌથી વધુ બાયડમાં અઢી ઇંચ વરસાદ

અરવલ્લીમાં વહેલી સવારે મેઘમહેર : સૌથી વધુ બાયડમાં અઢી ઇંચ વરસાદ
Spread the love

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

અરવલ્લી જિલ્લામાં ચોમાસાની સીઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં છુટા છવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. અત્યાર સુધી જિલ્લામાં ખેતીલાયક વરસાદ પડ્યાના લાંબા સમય બાદ પુનઃ મેઘરાજાએ રી એન્ટ્રી કરતાં વરસાદ વાંચ્છુઓમાં ખુશીની લહેરખી ફરીવળી હતી. પુનઃવરસાદ શરૂ થતાં ખેડૂત આલમમાં ખુશીનું મોજું ફરી વળ્યુ હતું. વરસાદ ખેંચાવાને પગલે ધરતીપુત્રોના લલાટે ચિંતાની રેખાઓ તણાઈ હતી પરંતુ ખેતીલાયક વરસાદ થવાને પગલે આનંદની લાગણી ફેલાઈ છે.

અરવલ્લીમાં મેઘરાજાએ ચોમાસાની સીઝનની શરૂઆતમાં પધરામણી કરી હતી. કેટલાક તાલુકાઓમાં છુટા છવાયો વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ વાવેતરની શરૂઆત કરી હતી. જો કે છેલ્લા કેટલાક સમયથી અરવલ્લીમાં છુટા છવાયા વરસાદી ઝાપટાને કારણે ખેતી ટકી રહી હતી. લાંબા સમયના અંતરાલ બાદ અરવલ્લીમાં સોમવારે મળસ્કે ફરીથી મેઘરાજાએ એન્ટ્રી કરતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. જિલ્લાના બાયડ, ધનસુરા, માલપુર, મેઘરજ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે વીજ કડાકા સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

બીજી બાજુ છેલ્લે ૭ જુલાઈના રોજ વરસાદ થયા બાદ અરવલ્લી જિલ્લામાંથી જાણે મેઘરાજા રીસાયા હોય તેમ વરસાદ વરસતો ન હતો. જેના પગલે ધરતીપુત્રોમાં પોતાના કરેલું વાવેતર સુકાઈ જવાની ભિતી સેવાઈ રહી હતી પરંતુ વરસાદ વરસવાને પગલે ખેતીને જીવતદાન મળ્યું હતું. જ્યારે જિલ્લાવાસીઓ પણ ભારે ગરમીથી ત્રસ્ત થઈ ગયા હતા. લોકો ૧૫ દિવસ ઉપરાંતથી રીતસરથી બફારા અને ગરમીમાં અકળાઈ ઉઠ્યા હતા. ત્યારે સોમવારે વહેલી સવારે વરસાદ થવાને પગલે થોડા અંશે રાહત મળી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!