પાટીદાર સમાજ ની એકતા નો દર્શનીય નજારો

પાટીદાર સમાજ ની એકતા નો દર્શનીય નજારો
Spread the love

પાટીદાર સમાજ ની એકતા નો દર્શનીય નજારો

આંતરરાષ્ટ્રીય કુર્મી સેના નો ગુજરાત ખાતે નો પ્રથમ કાર્યક્રમ. સ્વ. કેશુભાઈ પટેલ ની સ્મરણાંજલિ સભા યોજાય


રાજકોટ આંતરરાષ્ટ્રીય કુર્મી સેના નો ગુજરાત ખાતે નો પ્રથમ કાર્યક્રમ સ્વ. કેશુભાઈ પટેલ ની સ્મરણાંજલિ સભા ને પાટીદાર સમાજ ની તમામ સંસ્થાઓ અને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને એકંદરે કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો તેમ કહી શકાય. કાર્યક્રમની આ સફળતા માટે રાત- દિવસ એક કરનાર રાજકોટ નાં ચિરાગભાઈ કાકડીયા અને તેમની સમગ્ર ટીમ ને હું આ તકે ધન્યવાદ આપું છું. કાર્યક્રમ નાં અંતે મળેલી કારોબારી સમિતી નાં સભ્યો અને સમર્પિત કાર્યકરો ની મીટીંગ માં મને સંગઠન નાં પ્રમુખ તરીકે ની જવાબદારી સોંપી અને આગળનાં સમયમાં સમગ્ર દેશમાં અને દેશની બહાર સંગઠનનો વિસ્તાર કરવા માટે મને જવાબદારી સોંપવામાં આવી તે માટે હું દરેક મિત્રો નો આભારી છું. મને સુપરત કરેલ જવાબદારી હું પૂરી નિષ્ઠા થી નિભાવિશ અને આપણે સૌ સાથે મળીને આ સંગઠન ને દેશનું સૌથી તાકાતવર સામાજિક સંગઠન બનાવીશું તેમાં શંકા ને કોઈ સ્થાન નથી. કાર્યક્રમની સફળતા બાદ સંગઠન નો કોઈ તકવાદી વ્યક્તિઓ દ્વારા દુરુપયોગ ન થાય તેની પણ આપણે કાળજી રાખવાની છે. આપણે આગળનાં દિવસોમાં કૂર્મી પાટીદાર સમાજ ની એકતા તેમજ સમાજની સમસ્યાઓ દૂર કરવા તનતોડ મહેનત કરવાની છે તે યાદ રાખજો. પાટીદાર સમાજ નાં એવા યુવાનો અને વડીલો તેમજ બહેનો ને હું આ તકે આહવાન કરું છું કે તમે તમારા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના ની વિચારધારા પહોચાડવા માટે સંગઠન નાં સક્રિય સભ્ય અને હોદ્દેદાર તરીકે સંગઠન સાથે જોડાવ. ટૂંક સમયમાં સંગઠન દ્વારા સદસ્યતા અભિયાન પણ શરૂ કરવામાં આવશે. આપના કોઈપણ કામકાજ માટે કે સંગઠન માં સામેલ થવા માટે મારો મો.9825020064 પર સંપર્ક કરી શકો છો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!