રાધનપુર : રાપરિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મંદિરનાં સાનિધ્યમાં યજ્ઞનું ભવ્ય આયોજન.

કાળી ચૌદસને લઈને રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મંદિરનાં સાનિધ્યમાં યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું…
રાધનપુરમાં રાપરિયા હનુમાનજી મંદિર બન્યું આસ્થાનું કેન્દ્ર..મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ દાદાના દર્શને પગપાળા જોડાય છે..
દિવાળી પર્વ ની શુભ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લોકો પણ દેવી દેવતાને પ્રસન્ન કરવા આશીર્વાદ લેવા દેવસ્થાને હોમ,હવન યજ્ઞ કરી આશીર્વાદ મેળવી રહ્યા છે.ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર આવેલ રાપરિયા હનુમાનજી મહારાજ ના સાનિધ્યમાં યજ્ઞ કાળી ચૌદશ ની સાંજે કરાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજગણ ઉપસ્થિત રહ્યો હતો.
દિવાળી પર્વ નિમિતે આવતા તહેવારોને લઇને લોકો પોતાના આસ્થાના પ્રતિક હનુમાનજી દાદા નો યજ્ઞ કાળીચૌદશ નાં દિવસે થતો હોય છે.ત્યારે હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે લોકો હનુમાનજી મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડતાં હોય છે. અને દાદાને હોમ,હવન,યજ્ઞ કરી રીઝવવા હોય છે. અને હનુમાનજીની ઉપાસના કરવામાં આવતી હોય છે.ત્યારે દરેક સમગ્ર ગુજરાત ભરમાં હનુમાનજીની ઉપાસના મંદિરોમાં થતી હોયછે ત્યારે રાધનપુર ખાતે આવેલ મહેસાણા હાઇવે પર શ્રી રાપરિયા હનુમાન મંદિર ખાતે સાધુ સમાજના અગ્રણીઓ સહિત તમામ ભક્તોએ હનુમાનજીના યજ્ઞનો લાભ લીધો હતો.
સમગ્ર ભારત ભરમાં કાળી ચૌદશ એ હનુમાનજી મહારાજ ની લોકો સાધના કરતા હોય છે ત્યારે રાધનપુર ખાતે આવેલ રાપરિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મંદિર નાં સાનિધ્યમાં યજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જે યજ્ઞ દરમિયાન 108 હનુમાન ચાલીસા અને એક હજાર આઠ હોમાત્મા હોમ મંત્ર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો
રાપર થી જ્યોત લાવી રાધનપુરમાં હનુમાનજી દાદાની મૂર્તિની સ્થાપના કરાઈ:-
રામાનંદી સાધુ સમાજના ઇષ્ટદેવ શ્રી હનુમાનજી મહારાજ મંદિર રાધનપુરમાં હાલ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. દર શનિવારના દિવસે દાદાના સાનિધ્યમાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે તેમજ દાદાને આકડાના ફૂલ અને પ્રસાદી ચડાવવામાં આવે છે.વર્ષ 2003 માં રાપર થી રાપર હનુમાન મંદિર ખાતેથી જ્યોત લાવી રાધનપુર મુકામે શ્રી રાપરીયા હનુમાનજી મંદિર બનાવવામાં આવ્યું ત્યારથી જ અહીંયા દાદાના સાનિધ્યમાં આયોજન કરવામાં આવે છે અને કાળી ચૌદશ એ અમે હનુમાનજીની સાધના જ નહીં પરંતુ ભક્તિ કરીએ છીએ તેવું સાધુ સમાજના અગ્રણી અને યજ્ઞ આચાર્ય નરસિંહભાઈ સાધુએ જણાવ્યું હતું.
રિપોર્ટ.અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300