ટાટા મોટર્સે રંજનગાંવ પ્લાન્ટ ખાતેથી ૧,૦૦,૦૦૦મી ટાટા નેક્સોનનું ઉત્પાદન કર્યું

ટાટા મોટર્સે રંજનગાંવ પ્લાન્ટ ખાતેથી ૧,૦૦,૦૦૦મી ટાટા નેક્સોનનું ઉત્પાદન કર્યું
Spread the love

ટાટા મોટર્સે આજે તેની રંજનગાંવ સવલત ખાતેથી ૧૦૦,૦૦૦ મી ટાટા નેક્સોનનું ઉત્પાદન કરીને બહાર મુકી છે. આ બ્રાન્ડ સપ્ટેમ્બર ૨૦૧૭ માં પ્રથમ વખત વેચાયા બાદના ઓછામાં ઓછા ૨૨ મહિનામાં આ જાહેરાત કરવામાં આવી છે. આ કોમ્પેક્ટ એસયુવી ગ્રાહકોની લોકપ્રિય છે અને તેને ભારતની અત્યંત સુરક્ષિત કાર તરીકે નવાજવામાં આવી છે. નેક્સોનનું વેચાણ નવી ઊંચાઇએ સ્પર્શ્યું છે જે તેને છેલ્લા ૧ વર્ષમાં સૌથી વધુ વેચાયેલી કોમ્પેક્ટ એસયુવીમાં ૨જા ક્રમની બનાવે છે.

કારની અંદર આકર્ષક જગ્યા ધરાવતી આ કાર પ્રેરણાયુક્ત ડિઝાઇન, પ્રિમીયમ થ્રી ટોન ઇન્ટેરિયર્સ, ૧૧૦ પીએસ ટર્બોચાર્જ્ડ એન્જિન્સ અને આ સેગમેન્ટમાં પ્રથમ વખત ઓફર કરાયેલ એવા મલ્ટી ડ્રાઇવ મોડ્‌ઝ, ૨૦૯એમએમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને ૮ સ્પીકર્સ સાથે ફ્‌લોટીંગ ઇન્ફોટેઇનમેન્ટ સાથે નેક્સોને પોતાની કેટેગરીમાં એક માપદંડ સ્થાપિત કર્યો છે. પોતાની શ્રેષ્ઠતાને લઇને નેક્સોન ૨૦૧૮ની અત્યંત પ્રશંસાપાત્ર કોમ્પેક્ટ એસયુવી પૂરવાર થઇ છે.

આમ છતાં વિખ્યાત ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં સંપૂર્ણ ૫-સ્ટાર સેફ્‌ટી રેટિંગ સાથે નેક્સોને સૌથી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જે તેને આવી સિદ્ધિ મેળવનાર ભારતની સૌથી શ્રેષ્ઠ કાર બનાવે છે. ૧૦૦,૦૦૦ મી નેક્સોનનું ઉત્પાદન ટાટા મોટર્સને ભારતીય ગ્રાહકો માટે સુરક્ષિત કાર બનાવવાનું ચાલુ રાખવા માટે આત્મવિશ્વાસ અપાવે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!