ભારત સામે ટી-૨૦ માટે વેસ્ટઇÂન્ડઝની ટીમ જાહેર, ક્રિસ ગેલ બહાર

ભારત સામે ટી-૨૦ માટે વેસ્ટઇÂન્ડઝની ટીમ જાહેર, ક્રિસ ગેલ બહાર
Spread the love

ન્યુ દિલ્હી,
વર્લ્ડ કપ ૨૦૧૯ બાદ ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે. આ પ્રવાસે બન્ને ટીમ ૩ ટી-૨૦, ૩ વન ડે અને ૨ ટેસ્ટ મેચ રમશે. આ ત્રણે ફોર્મેટ માટે ટીમ ઈÂન્ડયાના ખેલાડીઓના નામની જાહેરાત થઈ ચૂકી છે. જ્યારે હવે ટી-૨૦ સિરીઝની પહેલી બે મેચો માટે વિરોધી ટીમ વેસ્ટઇન્ડીઝની જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય ટીમ સામે ટી-૨૦ સિરીઝના પહેલા બે મેચોમાં વેસ્ટઇન્ડીઝમાં ૧૪ ખેલાડીમાં દિગ્ગ્જ ઓલરાઉન્ડર કાયરન પોલાર્ડ અને સુનીલ નરેનની ટીમમાં વાપસી થઈ છે. જ્યારે યુનિવર્સ બોસના નામે ઓળખાતા ક્રિસ ગેલ ટીમમાંથી બહાર છે. આપને જણાવી દઈએ કે સુનીલ નરેનની ૩ વર્ષ બાદ ટી-૨૦ ટીમમાં વાપસી થઈ છે. તેને છેલ્લે ૨૦૧૬માં ઇંગ્લેન્ડ સામે ટી-૨૦ મેચ રમી હતી.
બીજી તરફ પોલાર્ડની વાત કરીએ તો છેલ્લે ટી-૨૦ મેચ નવેમ્બર ૨૦૧૮માં ભારત સામે જ રમી હતી. આ સાથે ટી-૨૦ ટીમમાં વિકેટકીપર બેટ્‌સમેન એથોની બ્રેમબ્લેનું સિલેક્શન પહેલીવાર થયું છે. જેને ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
પ્રથમ બે ટી-૨૦ મેચ માટે માટે વેસ્ટઇÂન્ડઝની ટીમઃ
જાન કેમ્પબેલ, ઇવિન લ્યુઇસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરાન, કેરોન પોલાર્ડ, રોમેન પોવેલ, કાર્લોસ બ્રેથવેટ(કેપ્ટન), કિમો પોલ, સુનિલ નરેન, શેલ્ડન કોટ્રેલ, ઓશ્ના થોમસ, એન્થોની બ્રેમ્બલે, આન્દ્રે રસેલ, ખૈરી પિર્રે.

Admin

Admin

9909969099
Right Click Disabled!