લસિથ મલિંગા બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડે પછી નિવૃત્તિ લેશે

કોલંબો,
શ્રીલંકાનો દિગ્ગજ ફાસ્ટ બોલર લસિથ મલિંગા કોલંબો ખાતેની બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડે પછી ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ રહ્યો છે. પોતાની સાઈડ એક્શન માટે પ્રખ્યાત થયેલા મલિંગાએ યોર્કરથી વર્લ્ડના તમામ બેટ્સમેનને હેરાન કરી નાખ્યા હતા. શ્રીલંકાના કેપ્ટન દિમૂઠ કરુણારત્ને ૨૨ જુલાઈના રોજ પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું હતું કે, મલિંગા માત્ર પ્રથમ મેચ રમવાનો છે. તેણે મને કÌšં છે કે આ તેની છેલ્લી મેચ હશે. મને એ નથી ખબર કે તેણે સિલેક્ટર્સ સાથે શું વાત કરી છે, પરંતુ હું જાણું છું ત્યાર સુધી આ તેની અંતિમ મેચ બની રહેશે.
શ્રીલંકા માટે વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સની સૂચિમાં મલિંગા ૩૩૫ વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. મુથૈયા મુરલીધરન (૫૩૪ વિકેટ) સાથે પ્રથમ અને ચામિંડા વાસ (૪૦૦ વિકેટ) સાથે બીજા સ્થાને છે. ઓલ ટાઈમ વિકેટ ટેકર્સમાં તે ૧૦મા સ્થાન છે. મલિંગા છેલ્લી મેચમાં ૩ વિકેટ લે તો અનિલ કુંબલે (૩૩૭ વિકેટ)થી આગળ નીકળી શકે છે. તે ઉપરાંત જા તે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ૧ વિકેટ લે તો ત્યાં ૫૦ વિકેટ પૂરી કરશે.
૩૫ વર્ષીય મલિંગા વર્લ્ડકપમાં ફિટનેસ માટે ઝઝૂમી રહ્યો હતો. તેમ છતાં તેણે ઇંગ્લેન્ડ સામેની ગ્રુપ મેચમાં ૪૩ રન આપીને ૪ વિકેટ લીધી હતી અને લંકાને યાગદાર જીત અપાવી હતી. તેના આ પ્રદર્શન થકી જ વર્લ્ડકપના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચો રોમાંચક બની હતી.