અરવલ્લી જિલ્લા મંડપ ડેકોરેટર્સ એસોશીયેશનના હોદ્દેદારોની વરણી

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લા મંડપ ડેકોરેશન એસોશીયેશનની જનરલ મીટીંગ મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ હતી. જેમાં જિલ્લાના દરેક તાલુકામાં નવું સંગઠન બને અને જિલ્લાનું સંગઠન મજબૂત બને તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તથા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી. જેમાં એસોશીયેશનના પ્રમુખ તરીકે સુરેન્દ્રસિંહ એ.રાઠોડ, ઉપપ્રમુખ દિપકભાઈ વાડીયા, ચીમનભાઈ પટેલ, મંત્રી તરીકે ગૌરવભાઈ શાહ,સહમંત્રી વિપુલભાઈ ત્રિવેદી, ખજાનચી દિલીપભાઈ ભાવસાર, સંગઠનમંત્રી મોસીનભાઈ ભુરા, સહસંગઠનમંત્રી ચેતનભાઈ કોઠારી, સાંસ્કૃતિક કાર્યક્રમના કન્વીનર હેમંતભાઈ પટેલ અને સહ કન્વીનર તરીકે ચેતનભાઈ શાહની વરણી કરવામાં આવી હતી.