ડાંગમાં વરસાદને પગલે વઘઇ નજીક આવેલ ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠયુ

ડાંગ જિલ્લામાં ખાબકેલા ધોધમાર વરસાદના પગલે સમગ્ર જીલ્લા નુ વાતાવરણ ખુશનુમા બની ગયુ હતુ ડુંગરોએ જાણે લીલીછમ ચાદર ઓઢી લેતા સમગ્ર જીલ્લાનુ વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠયુ હતુ જયારે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસતા ડાંગ જિલ્લાની લોક માતા અંબિકા ખાપરી પુર્ણા અને ગીરા ખડખડાટ બન્ને કાઠે વહેતી થઈ હતી જેને લઇ જીલ્લાના સમગ્ર સ્થળો અંત્યત મનમોહક બન્યા છે જયા નજર કરીએ ત્યા ગીરીકંદરાઓ પર લીલી વનરાજી છવાઇ ગઇ છે જયારે વધઈ નજીક આવેલ ગીરાધોધ પણ રોન્દ્ર સ્વરૂપ ધારણ કરી સોળે એ ખીલી ઉઠયો છે જેને ને માણવા હજારોની સંખ્યામાં દુર દરુથી સહેલાણીઓ ઉમટી પડયા છે.