ચાણસ્માના ધરમોડા પાસે ગાડી પલ્ટી ખાઈ જતાં અકસ્માતમાં બે લોકો ના મોત

ચાણસ્માના ધરમોડા પાસે ગાડી પલ્ટી ખાઈ જતાં અકસ્માતમાં બે લોકો ના મોત
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધરમોડા ગામ નજીક રાત્રે ચાણસ્માથી ગાડી લઈને ખાંભેલ જતા બે યુવાનોના ગાડી પલ્ટી ખાઇ જતા મોત નિપજયા હતા ત્યારે બંને ને ૧૦૮ દ્વારા સરકારી દવાખાને લાવતા હાજર તબીબ દ્વારા પી.એમ કરી ને લાશો પરિવાર ને સોંપી હતી.
સેધા ગામનો જગદીશભાઈ અમરતભાઈ રબારી (૨૦)અને ખાભેલ ગામનો સુહાગ ભાઈ હરગોવનભાઈ રબારી (૩૦) ગાડી લઈને ચાણસ્મા થી ખાભેલ ગામ બાજુ જઈ રહ્યા હતા તે દરમિયાન ચાણસ્મા તાલુકાના ધરમોડા ગામ નજીક અચાનક ગાડી પલ્ટી ખાઈ જતાં અંદર રહેલા બંને યુવાનો ના મોત નિપજયા હતા ત્યારે લોકો દોડી આવી ૧૦૮ ને જાણ કરતા ઘટના સ્થળે આવી બંને યુવાનો ને ચાણસ્મા સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા જ્યાં તેમનું પી.એમ કરી બંને લાશો પરિવાર ને સોંપી હતી આ બાબતે ચાણસ્મા પોલીસ મથકની અંદર અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300