પાલ્લામાં વિદ્યાલયના છાત્રો દ્વારા એક બાળ – એક વૃક્ષના સંકલ્પ દ્વારા વૃક્ષારોપણ

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લામાં ભિલોડાના પાલ્લાની શ્રી આર.એચ.પટેલ વિદ્યાલયના છાત્રો પર્યાવરણ સંવર્ધન માટે ઉત્સાહભેર વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવાયો હતો. જેમાં શાળાના આચાર્ય ગજાનંદભાઈ પ્રજાપતિએ બાળકો તેમજ શાળાની એન. એસ. એસ. ટીમ દ્વારા અને શાળા પરિવાર સાથે મળીને શાળાના મેદાનમાં એક બાળ એક વૃક્ષ અંતર્ગત ઘણા બધા ઔષધીય વૃક્ષો જેમાં લીમડા સરગવો જેવા વૃક્ષોના છોડ વાવવામાં આવ્યા હતા અને બાળકોને વૃક્ષો વિશે અને પર્યાવરણ બચાવવા માટે જાગૃતિ લાવવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો જેથી સમગ્ર સૃષ્ટિ ઉપર ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી કરી શકાય તેનું મહત્વ સમજાવી બાળકોને વૃક્ષ પ્રેમી બનવા માટે આહ્વાન કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પણ સમગ્ર વર્ષ દરમિયાન વાવેલા છોડ નું જતન કરવા માટે ના સંકલ્પ લીધા હતા.