જરૂરિયાત મંદ પરિવારોને પડખે ઉભા રહેતા ખજુરભાઈ રાધનપુરની મુલાકાતે પહોંચ્યા

સમગ્ર ગુજરાતમાં જરૂરિયાત મંદ પરિવારોને પડખે ઉભા રહેતા ખજુરભાઈ રાધનપુરની મુલાકાતે પહોંચ્યા.
રાધનપુર ખાતે પોતાની નામ બ્રાન્ડવાળા શુદ્ધ સીંગતેલના સ્ટોર નો શુભારંભ કરાવ્યો..
પાટણ જીલ્લાના રાધનપુર ખાતે નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ રાધનપુરની મુલાકાતે પહોંચ્યા હતા.સમગ્ર ગુજરાતમાં કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર ૩૫૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને ઘર નું ઘર બનાવી અપૅણ કરનાર અને હમેશા લોકોને મદદરૂપ બનવાની ભાવના સાથે સેવા કાર્ય કરી રહેલા અને પોતાની youtube ચેનલ પર અનેક પ્રકારના હાસ્યના એપિસોડ રજૂ કરી લોકોના ચહેરાઓ પર હમેશા સ્મિત રેલાવનારા ખજુરભાઈ રાધનપુર ખાતે તેઓની નામ બ્રાન્ડ વાળા શુદ્ધ સિગતેલના સ્ટોલ ના ઉદ્દધાટન માટે પહોંચતા લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
ખજૂરભાઈએ પોતાની નામ બ્રેડ વાળા શુદ્ધ સિંગતેલના સ્ટોલને રાધનપુરમા કાર્યરત કરવા બદલ સ્ટોલના સંચાલક રમુંભાઈ ભરવાડને શુભેચ્છાઓ પાઠવી હતી.
સાથેજ આજના યુવાનોને વ્યસન થી દુર રહી સારા મિત્રો ની સંગત સાથે પરિવાર-શહેર અને દેશનું નામ રોશન કરવા તેમજ જરૂરિયાત મંદોને મદદરૂપ બનવા અપીલ કરી હતી અત્યાર સુધીમાં ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીએ પોતાના પરિવારના સંસ્કારો અને જરૂરિયાત મંદોને મદદરૂપ બનવાની સેવાભાવના સાથે કોઈ પણ પ્રકારના નાતજાતના ભેદભાવ વગર ૩૫૦ મકાનો બનાવી અપૅણ કયૉ હોવાનું જણાવ્યું હતું.
સાંસ્કૃતિક નગરી રાધનપુરના લોકો તરફ થી મળેલ આવકાર અને પ્રેમની અભિવ્યક્તિ વ્યકત કરી હતી.તેમજ રાધનપુરના આંગણે પધારેલા ખજૂરભાઈનું સ્વાગત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના પુત્ર નરસિંહભાઈ સહિત શહેરના યુવાનોએ સ્વાગત સન્માન કર્યું હતું.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300