રાધનપુર શહેરની ચામુંડા સોસાયટીમાં 4.20 લાખની ચોરી

રાધનપુર શહેરની ચામુંડા સોસાયટીમાં 4.20 લાખની ચોરી
Spread the love

રાધનપુર શહેરની ચામુંડા સોસાયટીમાં 4.20 લાખની ચોરી

રાધનપુરમાં કેટર્સના ઘરે ચોરીની ઘટના :ચામુંડા નગર સોસાયટીમાંથી 4.20 લાખના દાગીના-રોકડ રકમની ઉઠાંતરી, લોકોમાં ફફડાટ

પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં ચોરીની ઘટનાઓએ નગરજનોમાં ભયનો માહોલ સર્જ્યો છે. શ્રી ચામુંડા નગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં તાજેતરમાં એક મોટી ચોરી સામે આવી છે. કેટસૅના વ્યવસાય સાથે સંકળાયેલા બકાભાઈના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે.
તસ્કરોએ મુખ્ય દરવાજાનો ઉલાળો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. કબાટમાંથી રોકડ રકમ અને દાગીના મળી કુલ રૂપિયા 4.20 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. બકાભાઈએ આ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પાટણ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહીશોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. નગરજનોની માંગ છે કે પોલીસે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવું જોઈએ અને ચોરીના બનાવો અટકાવવા કડક પગલાં લેવા જોઈએ.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!