પી. કે. ચૌધરી મહિલા આર્ટસ કોલેજમાં કેમ્પસ ડેની ઉજવણી

અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત પી.કે.ચૌધરી મહિલા આર્ટસ કોલેજ સે-૭ દ્વારા જળ શકિત અભિયાન અંતર્ગત આચાર્ય ડી.એમ.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કોલેજ કેમ્પસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત કોલેજ કેમ્પસની તમામ વિદ્યાર્થીની બહેનો અને સ્ટાફ મિત્રોએ જળ બચાવો અભિયાનના શપથ લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના શારિરીક શિક્ષણના પ્રાધ્યાપક વિનોદભાઈ આર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.