રાધનપુરમાં ધો-10ની બોર્ડની પરીક્ષા દરમિયાન કોપી કેસ, પાટણ જિલ્લામાં પ્રથમ કોપી કેસ નોંધાયો.

રાધનપુરમાં ધો-10ની બોર્ડની પરીક્ષા દરમિયાન કોપી કેસ, પાટણ જિલ્લામાં પ્રથમ કોપી કેસ નોંધાયો.
રાધનપુરમાં ધો-10ની વિદ્યાર્થિની માઈક્રો કાપલીઓ સાથે પકડાઈ..
રાધનપુરમાં સરસ્વતી કન્યા વિદ્યાલય પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થિની વર્ગખંડમાં માઇક્રો કોપીમાંથી લખતા વર્ગ નિરીક્ષકના હાથે પકડાતા કોપી કેસ નોંધાયો..
હાલ પાટણ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે.ત્યારે શનિવારે સવારે ધોરણ 10ના ગણિત વિષયમાં રાધનપુરમાં સરસ્વતી કન્યા વિદ્યાલય પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થિની વર્ગખંડમાં માઇક્રો કોપીમાંથી લખતા વર્ગ નિરીક્ષકના હાથે પકડાતા કોપી કેસ નોંધાયો હતો. પાટણ જિલ્લામાં આ પ્રથમ કોપી કેસ ધો 10 બોર્ડની પરીક્ષામાં નોંધાયો હતો.
શનિવારે ધોરણ 10ની ગણિત વિષયની પરીક્ષા યોજાઈ હતી જેમાં કુલ 17,297 પૈકી 16,975 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને 590 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
સાંજના સેશનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થા વિષયની પરીક્ષામાં કુલ 1754 પૈકી 1742 હાજર અને 12 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. ધો 12 વિજ્ઞાન પ્રવાહમાં રાસાયણિક વિજ્ઞાન વિષયની પરીક્ષામાં કુલ 1623 પૈકી 1610 વિદ્યાર્થી હાજર અને 13 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300