પાટણ : બંસી કાઠિયાવાડી હોટલમાં વિકરાળ આગ ભુભુકતા અફરાતફરી મચી..

ચાણસ્મા મહેસાણા હાઇવે પર આવેલ આવેલ બંસી કાઠિયાવાડી હોટલમાં વિકરાળ આગ ભુભુકતા અફરાતફરી મચી..
સ્થાનિક લોકો દોડી આવી ટેન્કર મારફતે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી..
પાટણ જીલ્લાના ચાણસ્મા મહેસાણા હાઇવે પર આવેલ બંસી કાઠિયાવાડી નાસ્તાના કોર્નરમાં અચાનક આગ ભભૂકતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જયારે સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
ચાણસ્મા શહેરમાં આવેલ હોટલ બંસીની બિલકુલ બાજુમાં બનાવેલ નાસ્તા માટે ના કોર્નર માં અચાનક આગ લાગવાની ઘટના બની હતી ત્યારે લોકો ના ટોળેટોળા એકઠા થયા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કરાયો હતો. જ્યારે બનેલી આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
ચાણસ્મા ખાતે હોટલ બંસી ના બાજુમાં બનાવેલ નાસ્તા માટે ના કોર્નર માં અચાનક આગ લાગવાની ઘટના બનતા લોકો ના ટોળેટોળા એકઠા થયા હતા જ્યારે આગની લપેટમાં ધુમાડા ના ગોટા નિકળતા આગ બુઝાવવા માટે પાણીનું ટેન્કર મંગાવી આગ બુઝાવી હતી ત્યારે ચાણસ્મા પોલીસ ને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
રિપોર્ટ.અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300