પોરબંદર: પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર દ્વારા જેનેરિક દવાઓ વિશે જનજાગૃતિ કેમ્પ યોજાયો

પોરબંદર: પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર દ્વારા જેનેરિક દવાઓ વિશે જનજાગૃતિ અવેરનેસ કેમ્પ યોજાયો
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, સાંસદ રામભાઈ મોકરીયા,ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, રેડક્રોસ તાલુકા ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયા,જીલ્લા પ્રમુખ રમેશભાઈ પટેલ સહિતના એ મુલાકાત લીધી.
ગોસા(ઘેડ):પોરબંદર ખાતે ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે જન ઔષધી સપ્તાહ નિમિતે જનચેતના અભિયાન અંતર્ગત રેડકોર્સ સંસાલિત પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર સિવિલ હોસ્પિટલ પોરબંદર દ્વારા લોકો માં જેનેરિક દવાઓ વિશે પોરબંદરની જનતામાં જાગૃતિ આવે અને બહોળા પ્રમાણમાં લાભ મેળવે તે માટે અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જન જાગૃતિ કેમ્પમાં કેન્દ્રીય મંત્રી ડોકેન્દ્રીય મંત્રી ડો. મનસુખ ભાઈ માંડવીયા, સાંસદ રામભાઈ મોકરીયા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, રેડક્રોસ તાલુકા ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયા,જીલ્લા પ્રમુખ રમેશભાઈ પટેલ રામભાઈ મોકરીયા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, રેડક્રોસ તાલુકા ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયા,જીલ્લા પ્રમુખ રમેશભાઈ પટેલ,પાયોનિયર કલબ પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા ધર્મેશભાઈ પરમાર અને મોટી સંખ્યા માં આગેવાનોએ ખાસ હાજરી આપેલ અને જેનેરિક દવાઓના સ્ટોલની મુલાકાત લીધેલ હતી.
આ કાર્યક્રમમાં પોરબંદર ની જાહેર જનતા એ બહોળા પ્રમાણ માં ભાગ લીધેલ હતો.
આ પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર દ્વારા યોજાયેલા જન જાગૃતિ ના કાર્યકમ માં જેનેરિક દવાઓની ગુણકારી,ઉપયોગીતા,અને તેના ફાયદા સહિત ની વિસ્તૃત સમજ આપવા સૌરાષ્ટ ઝોનલ મેનેજ દીપક ખોડીફાડ,રિજિનલ મેનેજર નીરજ ચોહાણ,ધર્મેશ ભાલાળા, મયુર કરંગીયા,ભાર્ગવ ફળદુ, મેહુલ રાજ્યગુરૂ ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર દ્વારા લોકોમાં જાગૃતિ આવે એ રીતે માહિતી પૂરી પાડેલ હતી.
રિપોર્ટ :- વિરમભાઈ કે. આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300