ખંભાતની પ્રાથમિક શાળા રાલેજમાં ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન

ખંભાતની પ્રાથમિક શાળા રાલેજમાં ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન થયું
ખંભાત નજીકની રાલેજ પ્રા.શાળા ખાતે દાતાઓ અને ગામજનોની વિશાળ હાજરી સાથે ઉત્સાહભેર વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શાળા રાલેજ ખાતેના આ કાર્યક્રમમાં જીલ્લા બીજેપી પ્રમુખ સંજયભાઇ પટેલ ,શિક્ષણ સમિતિ ચેરેમેન સુનીલભાઇ સોલંકી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ વિક્રમસિંહ ગરાસિયા, તેમજ શિક્ષક સંઘના હોદેદરો તેમજ દાતાઓની હાજરીમાં હર્ષોલ્લાસભર વાર્ષિકોત્સવ યોજાયો.
જેમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકો પ્રસ્તુત કર્યા. બાળકોની અવ્યક્ત ક્ષમતાઓને ઉજાગર કરતો આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભર્યો રહ્યો.વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની ઉપસ્થિતિએ ઉજવણીને વધુ યાદગાર બની રહી હતી.
કાર્યક્રમમા હાજર રહેલ તમામ અતિથિઓનો શાળા પરિવાર તથા એસ એમ સી વતી આચાર્ય કિરીટભાઈ પટેલે આભાર વ્યકત કર્યો હતો..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300