બરડા પંથકના દેગામ ગામે હોળી મહોત્સવ નિમિતે ચાર પડવા ઉજવવાનું આયોજન

બરડા પંથકના દેગામ ગામે હોળી મહોત્સવ નિમિતે ચાર પડવા ઉજવવાનું આયોજન
મહેર સમાજ દેગામ ખાતે હોળીનાં ચાર પડવા દરમ્યાન દાંડિયારાસમાં કલાકારો, રિધમ ના સંગાથે શુરીલા ગીતોની રમઝાટ બોલાવશે
ગોસા(ઘેડ) : પોરબંદર ના બરડા પંથકમાં આવેલ દેગામ ગામમાં ભારતીય સંસ્કૃતિની પ્રણાલી હજુ પણ એકબંધ છે. અહીં ભારતીય સંસ્કૃતિ મુજબ દરેક વાર તહેવાર હર્ષથી ઉજવાય છે.
દેગામ ગામે મહેર સમાજનાં મારદર્શન અને સમસ્ત દેગામ ગામ દ્વારા દર વર્ષ દરમ્યાન આવતા તહેવારો માં ખાસ કરીને હોલિકા મહોત્સવ, જન્માષ્ટમી ( સાતમ આઠમ ) નો તહેવાર તેમજ નવલા નવરાત્રી નો તહેવાર ભારે ઉમંગ, હર્ષ, એકતા ભર્યા ઉલ્લાસમય વાતાવરણ વચ્ચે ભાઈ ચારાની ભાવના અને સંપ થી ઉજવાતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ સાલ પણ આગામી આવતો હોલિકા મહોત્સવ પણ ભારે ધામધૂમથી ઉજવવા નું આયોજન કરવામાં આવેલ છે.
સવંત ૨૦૮૧ ફાગણ સુદ ૧ થી તા ૧૪/૦૩/૨૦૨૫ થી તા.૧૭/૦૩/ ૨૦૨૫ સુધી હોળી મહોત્સવના ચાર(પડવા)ભવ્ય અને દિવ્ય ઉજવવાનું મહેર સમાજ (ચામુંડા મંદિર) તેમજ સમસ્ત દેગામ ગામ દ્વારા પુરા સહયોગથી કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મહેર સમાજ ના ખ્યાત નામ મણીયારા દાંડિયા રાસ કે જે દેગામ ચામુંડા રાસ મંડળી જેઓ પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, સુરત સહિતના શહેરોમાં દાંડિયારાસની રમઝટ બોલાવેલ તે મહેર સમાજના ખેલૈયાઓ ઢોલ અને સરણાઈના નાદે નામી કલાકારોના શૂરલા કંઠેથી ગવાતા મણીયારાના તાલે નરબંકા યોદ્ધાઓ દાંડિયારાસથી ધરા ધ્રુજાવશે.
જેમાં પહેલા પડવે તારીખ. ૧૪/૦૩/૨૦૨૫ ને શુક્રવાર વારના રોજ બપોરના ૩:૩૦ કલાકથી બહેનોના ભાતીગળ અસલ મહે્રાણીઓના તાળી રાસ તથા મહેર સમાજ નો ભાઈઓનો મણિયારો(દાંડિયારાસ)નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
જયારે બીજા પડવે તારીખ. ૧૫/૦૩/૨૦૨૫ ને શનિવાર વારના રોજ બપોરના ૩:૩૦ કલાકથી યોજાનાર ભવ્ય દાંડિયારાસમાં નામી કલાકાર ગાયકોમાં છાયાના નાગાજણભાઈ મોઢવાડીયા, અમિતભાઈ ઓડેદરા, દેગામના નાથાભાઈ વિસાણા અને અરજન ભાઈ સુંડાવદરા તેમજ સીમાણીના ગાયીકા કુ.ભાવિષાબેન સુંડાવદરા ખેલૈયાઓને રમતનું જોમ પુરૂ પડશે. આ પ્રસંગે મણિયારા રાસ મંડળીના ખેલૈયાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે.
ત્રીજા પડવે તારીખ.૧૬/૦૩/ ૨૦૨૫ને રવિવાર વારના રોજ બપોરના ૩:૩૦ કલાકથી યોજાનાર દાંડિયારાસના કલાકાર ગાયકોમાં કુછડીના હિતેશભાઈ ઓડેદરા, ભાવપરાના રમેશગીરી ગોસ્વામી, ચંદ્રાવાડાના નાગાભાઈ ખૂંટી, દેગામના બાબુભાઈ વેજાભાઈ અને છાંયાનાં રાજેશ્રીબેન ઓડેદરા મણીયારો રાસ ગાઈ ખેલૈયાઓને શૂરાતન ચડાવશે.
જયારે ચોથા પડવે તારીખ. ૧૭/૦૩/૨૦૨૫ ને સોમવારના રોજ બપોરના ૩:૩૦ કલાકથી યોજાનાર દાંડિયારાસના કલાકાર ગાયકોમાં ભારવાડાના લાખાભાઈ ઓડેદરા, દેગામના વિપુલભાઈ ગોસ્વામી અને દિલીપભાઈ સુંડા વદરા તેમજ પોરબંદરનાં ક્રિષ્નાબેન કુબાવત ઓર્કેસ્ટ્રા સિકંદરભાઈ મીરની ટીમ પોરબંદર તથા સાઉન્ડ સિસ્ટમ દેગામના વિક્રમભાઈ વચ્છરાજ સાઉન્ડનાં સથવારે ખેલૈયાઓને પ્રોત્સાહન પુરૂ પાડશે.
આમ હોલિકા મહોત્સવની ઉજવણી રંગે ચંગે દેગામ ગામે ઉજવશે. ત્યારે હોળી નાં તહેવાર માં મહેર સમાજ દેગામ તથા ચામુંડા રાસ મંડળી દેગામ દ્વારા એક અખબારી યાદી માં સૌને દેગામ મહેર સમાજમાં હોળી ના પડવાની મોજ માણવા અને દાંડીયારાસ જોવા માટે આમંત્રણ પાઠવવા માં આવ્યું છે.
રિપોર્ટ :-વિરમભાઈ કે.આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300