સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ: ક્રૂડ તેલમાં વૃદ્ધિ

સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ: ક્રૂડ તેલમાં વૃદ્ધિ
Spread the love

બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ: કોટન, એલચી, મેન્થા તેલમાં નરમાઈનો માહોલ: સીપીઓમાં સુધારાનો સંચાર: નેચરલ ગેસમાં ઢીલાશ


મુંબઈ: દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર ૧૯થી ૨૫ જુલાઈના સપ્તાહ દરમિયાન ૩૨,૧૬,૬૫૨ સોદાઓમાં કુલ રૂ.૧,૬૧,૫૬૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાના વાયદાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ.૩૩૯નો ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ.૬૫૦નો ઉછાળો આવ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં હતું. એલ્યુમિનિયમ, નિકલ અને જસતના વાયદા ઘટવા સામે તાંબુ અને સીસું વધ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદા વધી આવ્યા હતા, જ્યારે નેચરલ ગેસમાં ઘટાડો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન, એલચી અને મેન્થા તેલમાં નરમાઈનો માહોલ હતો, જ્યારે સીપીઓમાં સુધારાનો સંચાર થયો હતો.

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૫,૩૨૧ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩૫,૪૦૯ અને નીચામાં રૂ.૩૪,૭૮૦ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.૩૫,૧૫૬ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૩૩૯ના ભાવઘટાડા સાથે રૂ.૩૪,૮૧૭ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો જુલાઈ વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૨૮,૦૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૧૬ ઘટી રૂ.૨૭,૮૧૪ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૨૮,૧૭૮ અને નીચામાં રૂ.૨૭,૭૧૦ બોલાયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો જુલાઈ વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૩,૫૦૭ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫ ઘટી બંધમાં રૂ.૩,૪૯૩ના ભાવ થયા હતા. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૩,૫૭૪ અને નીચામાં રૂ.૩,૪૮૨ બોલાયો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૫,૧૮૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૩૫,૩૮૦ અને નીચામાં રૂ.૩૪,૮૦૨ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૨૬૭ ઘટી બંધમાં રૂ.૩૪,૮૫૦ના ભાવ થયા હતા.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૪૦,૭૭૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૧,૮૨૫ અને નીચામાં રૂ.૪૦,૫૧૦ના સ્તરને સ્પર્શી, આગલા સપ્તાહનાં રૂ.૪૦,૭૩૮ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૬૫૦ના ઉછાળા સાથે રૂ.૪૧,૩૮૮ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.૪૦,૮૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬૩૪ વધી રૂ.૪૧,૩૮૯ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪૧,૮૩૮ અને નીચામાં રૂ.૪૦,૫૩૩ બોલાયો હતો.

બિનલોહ ધાતુઓમાં તાંબુ જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.૪૪૮.૯૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૩૫ વધી રૂ.૪૪૮.૯૦, એલ્યુમિનિયમ જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.૧૪૩.૬૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૬૫ ઘટી રૂ.૧૪૧.૦૫, સીસું જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.૧૫૬.૬૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૭૦ વધી રૂ.૧૫૮.૩૫, નિકલ જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.૧,૦૩૫.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪૬.૫૦ના ભાવઘટાડા સાથે રૂ.૯૮૪.૬૦ અને જસત જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.૧૯૩.૪૦ ખૂલી, સપ્તાહના અંતે ૯૫ પૈસા ઘટી રૂ.૧૯૧.૫૦ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૮૭૫ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૯૯૦ અને નીચામાં રૂ.૩,૮૦૮ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૭૩ની વૃદ્ધિ સાથે બંધમાં રૂ.૩,૯૦૮ના ભાવ થયા હતા, જ્યારે નેચરલ ગેસનો ઓગસ્ટ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૫૭.૯૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૮૦ ઘટી રૂ.૧૫૪.૪૦ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૧૬૦.૧૦ અને નીચામાં રૂ.૧૫૨.૬૦ બોલાયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં એલચીનો ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૩,૨૦૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૨૭૭.૮૦ અને નીચામાં રૂ.૩,૧૩૧.૨૦ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૯.૮૦ ઘટી રૂ.૩,૨૭૫.૧૦ના સ્તરે બંધ થયો હતો.

કોટનના વાયદાઓમાં કોટન જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૧,૬૫૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૧,૬૫૦ અને નીચામાં રૂ.૨૧,૦૭૦ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.૨૧,૫૫૦ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૮૦ના ભાવઘટાડા સાથે રૂ.૨૧,૪૭૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો જુલાઈ વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૪૯૮.૬૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮.૧૦ વધી રૂ.૫૦૭.૨૦ બંધ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૫૧૦.૯૦ અને નીચામાં રૂ.૪૯૮.૫૦ બોલાયો હતો. મેન્થા તેલનો જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૧,૩૦૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧,૩૧૯.૫૦ અને નીચામાં રૂ.૧,૨૩૪ બોલાઈ, આગલા સપ્તાહનાં રૂ.૧,૩૦૦.૮૦ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ. ૩૫.૮૦ ઘટી બંધમાં રૂ.૧,૨૬૫ના ભાવ થયા હતા.

કામકાજની દૃષ્ટિએ સોનાના વાયદાઓમાં ૧,૭૯,૪૧૭ સોદામાં રૂ.૨૩,૭૭૭.૮૬ કરોડ, ચાંદીના વાયદાઓમાં ૫,૨૪,૯૨૭ સોદામાં કુલ રૂ.૨૫,૧૮૯ કરોડ, તાંબામાં ૮૦,૪૦૩ સોદામાં રૂ.૧૧,૪૪૭.૦૯ કરોડ, એલ્યુમિનિયમમાં ૪૫,૯૮૫ સોદામાં રૂ. ૨,૦૭૦.૪૨ કરોડ, સીસામાં ૧,૦૭,૯૫૯ સોદામાં રૂ.૫,૨૩૨.૩૮ કરોડ, નિકલમાં ૨,૫૭,૧૯૧ સોદામાં રૂ.૮,૯૧૧.૬૯ કરોડ, જસતમાં ૧,૫૪,૯૪૦ સોદામાં રૂ.૯,૯૬૪.૦૩ કરોડ, ક્રૂડ તેલમાં ૧૬,૮૮,૨૯૮ સોદામાં રૂ.૫૯,૯૧૦.૩૦ કરોડ, નેચરલ ગેસમાં ૧,૫૦,૦૯૦ સોદામાં રૂ.૪,૦૮૮.૪૮ કરોડ, એલચીમાં ૨૫૦ સોદામાં રૂ.૮.૧૫ કરોડ, કોટનમાં ૯,૬૮૦ સોદામાં રૂ.૮૪૩.૮૫ કરોડ, સીપીઓમાં ૬,૭૯૦ સોદામાં રૂ.૫૫૩.૪૪ કરોડ અને મેન્થા તેલમાં ૧૦,૭૨૨ સોદામાં રૂ.૫૭૨.૨૨ કરોડના વેપાર થયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!