પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

કરાંચી,
પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે શુક્રવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તે સાથે જ તેણે વનડે અને ટી-૨૦માં રમવાનું ચાલશે તેની જાણ કરી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક સ્ટેટમેન્ટ શેર કર્યું હતું. તેમાં આમિરે કહ્યું હતું કે, પાકિસ્તાન માટે રમતના સૌથી લાંબા ફોર્મેટમાં રમવું મારા માટે ગર્વની વાત હતી. પરંતુ વ્હાઇટ બોલ ક્રિકેટમાં વધુ ધ્યાન આપવા માટે મેં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવાનું નક્કી કર્યું છે. તેણે વધુ ઉમેરતાકહ્યું હતું કે તે પાકિસ્તાન માટે આવનારા ટી-૨૦ વર્લ્ડકપમાં પોતાનું શ્રેષ્ઠ આપવા ઈચ્છે છે.
આમિરે કહ્યું હતું કે તે લાંબા સમયથી ટેસ્ટમાં નિવૃત્તિ અંગે વિચારી રહ્યો હતો અને તેના માટે આ નિર્ણય લેવો સરળ ન હતો. પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેÂમ્પયનશિપ શરૂ થતા તે યુવા ફાસ્ટ બોલર્સને સમય આપવા માંગે છે. તેના અનુસાર તેના માટે આ જ નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય હતો. તેણે પોતાના સાથી ખેલાડીઓ તેમજ વિરોધીઓનો આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું કે લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં અમે ફરીથી એકબીજા સાથે અને એકબીજા વિરુદ્ધ રમશું અને હું તે જ સ્પરિટ સાથે મેદાને ઉતરીશ. આમિરે તે ઉપરાંત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને તેના બધા કોચીસનો પણ આભાર માન્યો હતો.
આમિરે શ્રીલંકા વિરુદ્ધ ગોલ ખાતે જુલાઈ ૨૦૦૯માં ડેબ્યુ કર્યું હતું. તેણે ૩૬ ટેસ્ટમાં ૩૦.૪૭ની એવરેજથી ૧૧૯ ટેસ્ટ વિકેટ લીધી છે. ૨૦૧૭માં વેસ્ટ ઇÂન્ડઝ વિરુદ્ધ કિંગ્સ્ટનમાં પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરતા તેણે ૪૪ રન આપીને ૬ વિકેટ લીધી હતી.