ટાટા મોટર્સની ઈમ્પેક્ટ ૨.૦ ડિઝાઈન લેન્ગ્વેજ કંપનીને નવો અધ્યાય લખવામાં મદદરૂપ થાય છે

આજે આકર્ષક ડિઝાઈનની પ્રોડક્ટોથી બજાર ઊભરી રહી છે ત્યારે ટાટા મોટર્સની પેસેન્જર કાર્સ માર્ગ પર હાજરી સાથે લોકોનું ધ્યાન ખેંચવા માટે ઓળખ સ્થાપિત કરી ચૂકી છે. કંપનીના પેસેન્જર વેહિકલ (પીવી) વેપારમાં નવી સિદ્ધિ મેળવતાં ટાટા મોટર્સે ૨૦૧૬ માં ગૌરવભેર તેની ઈમ્પેક્ટ ડિઝાઈન લેન્ગ્વેજ રજૂ કરી હતી, જે તેની અત્યંત સફળ પ્રોડક્ટમાંથી એક ટિયાગો સાથે લોન્ચ કરવામાં આવી હતી. પ્રથમ નજરે ઈમિજિયેટ ઈમ્પેક્ટ માટે ઓળખ ધરાવતી ડિઝાઈન બ્રાન્ડ બને છે. સમયાંતરે કાયમી છાપ છોડતાં આ ઈમ્પેક્ટ ડિઝાઈન લેન્ગ્વેજે હેક્સા, ટિગોર અને નેક્સોનની રજૂઆત સાથે પોતાને વધુ વિસ્તારી છે.
વિચારો વૈશ્વિક, કૃતિ કરો સ્થાનિક આ મંત્ર ટાટા મોટર્સની પ્રતાપ બોસની આગેવાની હેઠળની ડિઝાઈન સંસ્થાને પ્રેરિત કરે છે. ડિઝાઈન ટીમમાં ૧૭૦ સભ્યો છે, જે આશરે ૧૨ અલગ અલગ દેશના છે, જેઓ પુણે (ભારત), કોવેન્ટ્રી (યુકે) અને ટુરિન (ઈટાલી) માં કંપનીના ૩ સ્ટુડિયો ચલાવે છે. ગ્રાહકલક્ષી અંતર્દષ્ટિ અને વૈશ્વિક નજરિયા પર આધારિત ટીમમાં યુવા અને અનુભવીઓનો સમાવેશ થાય છે, જેઓ દરેક સમયે ઉદ્યોગ અવ્વલ અને પુરસ્કાર વિજેતા ડિઝાઈનો લઈને આવે છે.
ઈમ્પેક્ટ ડિઝાઈન પર નિર્મિત ટાટા મોટર્સે ઈમ્પેક્ટ ડિઝાઈન ૨.૦ નામે જાન્યુઆરી ૨૦૧૮ માં તેની આકર્ષક ડિઝાઈન ફિલોસોફીનો બીજો તબક્કો રજૂ કર્યો હતો. તે વધુ ધારદાર, વધુ સમકાલીન વર્ઝન છે, જે ટાટા મોટર્સની ડિઝાઈન લેન્ગ્વેજને આસાન ઓળખ આપે છે અને તેના પાર્ટસ નોંધનીય, અવિસ્મરણીય અને અદભુત બનાવે છે. ડિઝાઈની ખૂબીઓ ૩ ‘ઈટ’જ અને ૩ ’ૈંહ’જ હેઠળ તાજગીપૂર્ણ બનાવવામાં આવી છે. ૩ ઈટ’જ નો અર્થ એક્સટીરિયર ડિઝાઈન ફીચર્સ છે, જેમાં આકર્ષક પ્રપોર્શન્સ, વ્યક્ત સપાટીઓ અને અસાધારણ બારીકાઈનો સમાવેશ થાય છે, જ્યારે ૩ ૈંહ’જ ઈન્ટીરિયરનાં પાસાં આલેખિત કરે છે, જેમાં આમંત્રિત જગ્યા, ચાતુર્યપૂર્ણ પસંદગીઓ અને ઈન-ટચ સપાટીઓનો સમાવેશ થાય છે. અગાઉ આ વર્ષે ઉચ્ચ કક્ષાની ટાટા હેરિયર આ ડિઝાઈન હેઠળ રજૂ કરવામાં આવેલી પ્રથમ કાર બની છે. તેના ખાસ લૂક્સ, બેજોડ પરફોર્મન્સ અને ઉચ્ચ સ્તરના ફીચર્સ માટે જાણીતી હેરિયરે દરેકને મોહિત કર્યા છે અને છેલ્લા થોડા મહિનામાં વેચાણની દષ્ટિએ તે શક્તિવાર મજબૂત બની રહી છે.
ટાટા મોટર્સે હંમેશાં વાહનની સુરક્ષામાં ઉચ્ચ ધોરણોને મહ¥વ આપ્યું છે. ૧૯૯૭ માં ક્રેશ ટેસ્ટ ફેસિલિટીમાં રોકાણ કરનારી તે પ્રથમ ભારતીય ઓઈએમ છે, જે સમયે દેશમાં ક્રેશ-ટેસ્ટિંગ બેન્ચમાર્ક નહોતું. આથી સુરક્ષા હંમેશાં કંપનીની ડિઝાઈનની ખૂબીઓમાં અવ્વલ રહી છે, જે હાલમાં નેક્સોનમાં પ્રદર્શિત થઈ હતી, જેના બોલ્ડ એપિયરન્સની સરાહના થઈ છે અને હાલમાં એડલ્ટ સેફ્ટી માટે ૫-સ્ટાર ગ્લોબલ એનસીએપી રેટિંગ હાસલ કરનારી ભારતની પ્રથમ અને એકમાત્ર કાર બની છે. ઈમ્પેક્ટ ૨.૦ ડિઝાઈન લેન્ગ્વેજ કારની એક્ટિવ અને પેસિવ ડિઝાઈન ખૂબીઓને નવી ઊંચાઈએ લઈ જવા સાથે સુરક્ષાનો મુખ્ય ઘટક તરીકે સમાવેશ પણ કરે છે. હેરિયરમાં તે જોવા મળે છે, જે સેંકડો સુરક્ષાના ફીચર્સ સાથે આવે છે અને ટાટા મોટર્સની એસયુવીનો સુરક્ષાનો વારસો વધુ આગળ લઈ જશે.
ટાટા મોટર્સની ડિઝાઈન ટીમ હવે કંપનીના પેસેન્જર વેહિકલ લોન્ચના આગામી તબક્કાની તૈયારી કરી રહી છે, જેમાં બહુપ્રતિક્ષિત અલ્ટ્રોઝ પછી ૐ૭ઠ કોડનેમ સાથેની ૭ સીટર એસયુવી તેમ જ વર્ષના જીનિવા ઈન્ટરનેશનલ મોટર શોની શોસ્ટોપર તરીકે ૐ૨ઠ કોડનેમ હેઠળ સબ- કોમ્પેક્ટ એસયુવી લાવી રહી છે. ઉક્ત મોડેલો કે સંકલ્પનાઓની ડિઝાઈનોની આરંભિત પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લઈએ તો આખરી પ્રોડક્ટ નિશ્ચિત જ ઈમ્પેક્ટફુલ બની રહેવાનું વચન આપે છે.