કડીમાં લીલા વૃક્ષોના નીકંદનથી વૃક્ષપ્રેમીઓ લાલઘૂમ

કડી-નંદાસણ રોડ ઉપર ચાર માર્ગીય રોડ બનાવવાની કામગીરીને લઈ ને અસંખ્ય લીલા વૃક્ષોનું નિકંદન કાઢતા કડી ના પર્યાવરણ પ્રેમીઓ લાલઘૂમ થયી ગયા હતા અને ધવલ ગજ્જર નામના પર્યાવરણ પ્રેમીએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી તાત્કાલિક વૃક્ષોનું નિકંદન અટકાવવા અને સ્થળ ઉપર પંચનામું કરી દોષીતો ને સજા કરવા માંગે કરી હતી.
કડી-નંદાસણ રોડ ચારમાર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે રોડ ની કિનારી ઉપર આવેલ 30 જેટલા લીલાછમ વૃક્ષો કાપી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓ લાલઘૂમ થયી ગયા હતા.ચોમાસા દરમ્યાન કોઈ પણ જાતના વૃક્ષો કાપવા ઉપર પ્રતિબંધ હોવા છતાં રવિવાર ના દિવસે વૃક્ષો કાપવાથી સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ એ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા જણાવ્યું કે અત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ તો અમુક જગ્યાઓએ દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વિકાસ ના નામ પર પર્યાવરણને નુકશાન પહોંચાડવું કેટલું યોગ્ય છે.ચોમાસા દરમ્યાન કોઈ પણ જાતના વૃક્ષો કાપવા ઉપર પ્રતિબંધ હોવા છતાં અને રવિવારના રોજ જંગલ ખાતાના અધિકારી ની ગેરહાજરીમાં વૃક્ષો કોના દ્વારા કાપવામાં આવ્યા અને કોની રજા થી કાપવામાં આવ્યા તેની ઉચ્ચ કક્ષાએ થી તપાસ કરવામાં આવે અને સ્થળ ઉપર તાત્કાલિક પંચનામુ કરી ને દોષીતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામા આવે અને વૃક્ષો કાપવાની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવામાં આવે.
ગુજરાત સરકાર લાખો રુપિયા ખર્ચીને વૃક્ષો વાવો વરસાદ લાવો ના નારા સાથે વૃક્ષરોપણ કાર્યક્રમ ને આગળ વધારી રહી છે અને દરેક ગામ- શહેરમાં લોકો વૃક્ષો વાવી ને ઉછેરવાનો સંકલ્પ લઈ રહ્યા છે ત્યારે આવા વૃક્ષોનું નિકંદન કાઢતા તત્વો સામે તાત્કાલિક અસર થી કડક પગલાં લેવામાં નહિ આવે તો સમાજ માં એક ખોટો સંદેશો જશે તેવું એક પર્યાવરણ પ્રેમીએ જણાવ્યું હતું. કડી-નંદાસણ રોડ ઉપરની બન્ને બાજુએ ઘટાદાર લીમડા આવેલા છે આ લીમડા ઉપર મોર નું રહેઠાણ છે જેથી લીમડા કાપી નાખવામાં આવતા મોર ક્યાં જશે તેવો યક્ષ પ્રશ્ન પર્યાવરણ પ્રેમીઓને સતાવી રહ્યો છે.