શ્રી એલ. જે. વિદ્યાલય હલદરના પટાંગણમાં આયુર્વેદીક રોપાઓની રોપણી

પૂજ્ય આચાર્ય શ્રી ચરક, સુશ્રુત, ધન્વંતરિ આદિ ઋષિમુનિઓ દ્વારા પ્રતિસ્થાપિત આયુર્વેદિક શાશ્વત પરંપરાના પ્રખર પ્રચારક, ગુરૂ પરંપરાથી દિક્ષિત એવા પરમ પૂજ્ય આચાર્ય શ્રી બાલકૃષ્ણજી મહારાજ ના જન્મ દિવસ ૦૪ ઓગસ્ટ ને જડીબુટ્ટી દિવસ તરીકે ની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત ૧૬ જુલાઈ ગુરૂ પૂર્ણિમાના દિવસ થી લઇને ૦૪ ઓગસ્ટ સુધી વિવિધ જગ્યાએ આયુર્વેદીક રોપાઓની રોપણી તેમજ તેના સંરક્ષણ અંગેના કાર્યક્રમનું આયોજન ભારત દેશમાં કરવામાં આવશે. તેથી શ્રી એલ.જે. વિદ્યાલય હલદરના પટાંગણમાં આયુર્વેદીક રોપાઓની રોપણી પતંજલિ મહિલા સમિતિ, ભરુચ અને પતંજલિ યોગ સમિતિ, ભરુચના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે પતંજલિ જિલ્લા મહિલા સમિતિ ભરુચના પ્રભારી શ્રીમતિ હેમાબેન પટેલ અને પતંજલિ મહિલા સમિતિના સભ્યો ,પતંજલિ યોગ સમિતિના પ્રકાશચંદ્ર પટેલ તથા યોગ સમિતિના સભ્યો, ભરુચ સામાજિક વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફીસર શ્રી અરવિંદભાઇ પટેલ સાહેબ અને તેમનો સ્ટાફ, હલદર ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તથા ગામના ઉત્સાહી પ્રકૃતિ પ્રેમી યુવાનો , શ્રી એલ. જે. વિદ્યાલય હલદરના શિક્ષકો તથા વિવિધ સંસ્થાના પર્યાવરણ પ્રેમી તથા જાગૃત નાગરિકોએ આ પ્રસંગે હાજરી આપી હતી અને આયુર્વેદિક સાથે બીજા ૩૦૦થી વધુ રોપાઓને રોપી વૃક્ષારોપણ કર્યું હતું. આ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન વધુને વધુ વૃક્ષો ભરૂચ જિલ્લાની શાળાઓ, જાહેર જગ્યાઓ, રોડ રસ્તાઓ, તળાવો તથા નદીના કિનારે વાવવામાં આવશે તે અંગે નો સંકલ્પ પતંજલિ યોગ સમિતિના પ્રકાશચંદ્ર પટેલ દ્વારા ઉપસ્થિત લોકો ને લેવડાવવામાં આવ્યો હતો સાથે વૃક્ષનું જીવનમાં મહત્વ પણ સમજાવવામાં આવ્યુ હતું.