વીજળીના ધાંધિયાથી પરેશાન કુણોલવાસીઓની મેઘરજના વીજ અધિકારીને લેખિત રજુઆત

મોટી ઇસરોલ,
ધાંધિયાંથી પરેશાન કુણોલવાસીઓ દ્વારા મેઘરજના વીજ તંત્રના અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે.વારંવાર ખોરવાતા વીજ પુરવઠાથી લોકો હેરાન છે ત્યારે તંત્ર અહીં કોઈ જ ધ્યાન આપતું નથી… મેઘરજ તાલુકામાં વીજતંત્રની મુશ્કેલીઓ કાયમ યથાવત રહી છે.અનેક રજૂઆતો કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી.વરસાદ કે વાવાઝોડા વગર વિજ પુરવઠો ખોરવાઈ જાય છે. મેઘરજ તાલુકાના કુણોલ ગામના 2500 ની વસ્તી ધરાવતા રહિશોએ લેખીત તંત્રને જાણ કરી છે કુણોલ ગામનુ વાધપુર ફિડરને મેન્ટેનન્સ કરવા માગણી કરી છે..આ ફિડરની લાઇનો મેન્ટેનન્સ ન થતા કાયમ તો વિજપુરવઠો ખોરવાઈ જતો હોઇ મરામત કરવા માંગ કરી છે.