અરવલ્લી જિલ્લા પ્રા. શિ. સંઘની નવીન કારોબારી સમિતીની મીટીંગ

આજ રોજ તા 30/07/2019, મંગળવાર ના રોજ સવારે 08:30 કલાકે જલારામ મંદિર મગનપુરાકંપા (વડાગામ) ખાતે ધનસુરા તાલુકા પ્રા. શિ સંઘ ની તાલુકા કારોબારી ની નવીન કારોબારી સમિતી ની મીટીંગ અરવલ્લી જિલ્લા પ્રા. શિ. સંઘ ના પ્રમુખશ્રી હસમુખભાઈ એસ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લા પ્રા શિ સંઘ ના ઉપપ્રમુખશ્રી અનિલભાઈ એસ પટેલ , મહામંત્રીશ્રી ભરતભાઈ પટેલ, સહમંત્રીશ્રી દેવીદાસભાઈ વણકર જિલ્લા સંઘ ના હોદેદારો હાજર રહ્યા હતા જેમાં નવીન હોદેદારો પ્રમુખશ્રી રણછોડભાઈ દેસાઈ ઉપપ્રમુખશ્રી રમેશભાઈ પટેલ મહામંત્રીશ્રી ગૌતમભાઈ પટેલ અને સહમંત્રીશ્રી ગોપાલ ભરવાડ ને વિધિવત રીતે ચાર્જ સુપ્રરત કરવામાં આવ્યો હતો અને ધનસુરા તા પ્રા શિ સંઘ ના પૂર્વપ્રમુખશ્રી અને પૂર્વમંત્રીશ્રી તથા ચેરમેનશ્રી ધનસુરા તાલુકા ટીચર્સ મંડળી ,જૂથ મંત્રીશ્રી , અને તાલુકા કારોબારી ના સભ્યો હાજર રહી વિવિધ પ્રશ્નો ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી