મોડાસાના પરબડી વિસ્તારમાં મેઘરાજાને રીઝવવા પર્જન્ય યજ્ઞ

મહેન્દ્રપ્રસાદ દ્વારા અરવલ્લી
હવામાન વિભાગની ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જીલ્લામાં વરસાદ નામ માત્ર થતા ખેડૂતોમાં ભારે ચિંતા ફરી વળી છે આકાશે કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી પછી પણ વરસાદ પડતો ન હોવાથી જીલ્લાના પ્રજાજનોએ ભગવાનની શરણ લીધી છે મોડાસા શહેરમાં પરબડી વિસ્તારના દુકાનદારો અને પ્રજાજનોએ વરુણદેવ ને રીઝવવા પર્જન્ય યજ્ઞ યોજી મંત્રોચ્ચાર અને સમૂહ પ્રાર્થના કરી હતી.