ઊંઝા માં ATM માંથી 39.53 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

ઊંઝા માં ATM માંથી 39.53 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
Spread the love

અપુર્વ રાવળ (મહેસાણા)

ઊંઝા શહેરમાં આવેલા ભારતીય સ્ટેટ બેંકના ATM મશીનમાંથી 39.53 લાખની રકમ ચોરી થઈ હતી. આ રકમ બેંકના અધિકૃત પાસવર્ડ અને ચાવીના આધારે ATM મશીનના કેશબોક્સને ખોલી ચોરી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ચોરીને કેશવાનના ડ્રાઇવરે જ અંજામ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ બાબતે ઊંઝા પોલીસે બેન્કના તમામ કર્મચારીઓની તપાસ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ATMમાં પૈસા ભરવા લઈ જતી કેશવાનના ડ્રાઇવર પર પોલીસને શંકા જતા પોલીસે તેની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં આખરે કેશવાનના ડ્રાઇવર અલ્કેશ ઠાકોરે ચોરીનો ગુનો કબુલ્યો હતો.

મળતી માહિતી મુજબ, તેણે જણાવ્યું હતું કે, તેણે પોતાના બે મિત્રો કિરણ ઝાલા અને બકો દરબારની મદદ લઈને ATM મશીનની ડુપ્લીકેટ ચાવી અને પાસવર્ડથી અનલોક કર્યુ અને ત્યાર બાદ તેમાંથી રુપિયા 39.53 લાખની ચોરીને અંજામ આપ્યો. આ બાબતે પોલીસે પોતાની બેંક સાથે ઉચાપત કરવાના ગુનામાં ડ્રાઇવર સહિત 3 શખ્સોની ધરપકડ કરી રુપિયા 34.65 લાખની રોકડ રકમ રિકવર કરી છે. આરોપીઓએ આ ગુનાહિત કૃત્ય શા માટે કર્યુ તે વિશે પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!