પાક ટીમના ફાસ્ટ બોલર હસન અલી હરિયાણાની યુવતીને પરણશે

હરિયાણા,
શોએબ મલિક બાદ વધુ એક પાકિસ્તાની ક્રિકેટરના લગ્ન ભારતીય યુવતી સાથે થવા જઈ રહ્યા છે. શોએબ મલિકે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા છે. હવે પાક ટીમના ફાસ્ટ બોલર હસન અલીના લગ્ન હરિયાણાની યુવતી શામિયા આરઝૂ સાથે ૨૦ ઓગસ્ટે થશે. સામિયાના લગ્ન દુબઈમાં થવાના છે. આ માટે શામિયાના ૧૦ પરિવારજનો ૧૭ ઓગસ્ટે દુબઈ જવા રવાના થશે. શામિયા આરજૂ એર અમિરાતમાં ફ્લાઈટ એÂન્જનિયર છે. તેણે હરિયાણાની યુનિવર્સિટીમાંથી એરોટેકનિકલ એÂન્જનિયરિંગની ડિગ્રી મેળવી છે. આ પહેલા તે જેટ એરવેઝમાં કામ કરતી હતી. જાકે ત્રણ વર્ષથી તે અમિરાતમાં ફ્લાઈટ એÂન્જનિયર છે. શામિયાના પિતાએ કÌš હતુ કે, પુત્રીના લગ્ન ભારતમાં કે પાકિસ્તાનમાં થાય તેનાથી ફરક નથી પડતો. ભાગલા સમયે અમારા ઘણા પરિવારજનો પાકિસ્તાન જતા રહ્યા હતા. આજે પણ તેમની સાથે અમારી વાતો થતી હોય છે.