લેફ્ટનન્ટ કર્નલ ધોની શ્રીનગર પહોંચ્યા, પેરા મિલિટરી કમાન્ડો સાથે ફરજ બજાવશે

શ્રીનગર,
જગપ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર અને ભરતીય લશ્કરના ઓનરરી કર્નલ લેફ્ટનંટ એમ એસ ધોની શ્રીનગર પહોંચ્યા. ધોની પંદર દિવસ અહીં પેરા મિલિટરી કમાન્ડો સાથે ફરજ બજાવશે. ધોનીએ પોતે આ પોસ્ટિંગ માગી હતી. એને વિક્ટર ફોર્સ સાથે સાંકળી લેવામાં આવ્યો હતો. ધોની અહીં બે સપ્તાહ સુધી પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટ ડ્યુટી કરશે. ભારતીય ક્રિકેટ ટીમને બે વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવી ચૂકેલા ધોની ભારતીય પ્રાદેશિક સેના સાથે સંકળાયેલો છે. એને કર્નલ લેફ્ટનંટની માનદ્ રેંક આપવામાં આવી હતી. ભારતીય લશ્કરની પેરાશૂટ રેજિમેન્ટ તરફથી ધોનીને આ રેંક મળી છે. ધોનીએ આગ્રામાં પેરાશૂટ રેજિમેન્ટમાં બે સપ્તાહ સુધી તાલીમ પણ લીધી હતી. હાલ ધોની ભારતીય લશ્કરની ટુકડી સાથે કશ્મીરમાં ફરજ બજાવી રહ્યો છે અને પોતાની રેજિમેન્ટ સાથે જુદી જુદી કામગીરી કરશે.