ગાવસ્કરે ટીમ મેનેજમેન્ટને આડે હાથે લીધું, ટીમ સંયોજનને લઇને ઉઠાવ્યો પ્રશ્ન

ગાવસ્કરે ટીમ મેનેજમેન્ટને આડે હાથે લીધું, ટીમ સંયોજનને લઇને ઉઠાવ્યો પ્રશ્ન
Spread the love

ન્યુ દિલ્હી,
ક્રિકેટ ટીમનાં પૂર્વ મહાન બેટ્‌સમેન સુનીલ ગાવસ્કરે કહ્યું છે કે ટીમ મેનેજમેન્ટે આજે નહીં તો કાલે આ વાતનો જવાબ આપવો પડશે. આ અલગ વાત છે કે આઈસીસી વિશ્વ કપ સમાપ્ત થઈ ચુક્્યો છે. ભારતીય ટીમ આગળની સફર માટે નીકળી ચુકી છે. શનિવારથી ભારતનો વેસ્ટઈન્ડીઝ પ્રવાસ શરૂ થઈ રહ્યો છે, પરંતુ તેમ છતા વિશ્વ કપથી ભારતની નિરાશાજનક વિદાય કરોડો ભારતીય ક્રિકેટ ફેન્સનાં દિલમાં હજુ પણ છે.આવામાં ખરાબ ટીમ સંયોજનથી જાડાયેલા એક મહત્વનાં પ્રશ્નનાં જવાબની સૌ રાહ જાઇ રહ્યા છે. કેએલ રાહુલને ગણતા ભારતે ન્યૂઝીલેન્ડ સામે સેમિ-ફાઇનલમાં ૪ વિકેટકીપર મેદાને ઉતાર્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની, ઋષભ પંત અને દિનેશ કાર્તિક અંતિમ-૧૧માં રમ્યા હતા. કાર્તિક, રાહુલ અને ધોની મૂખ્ય ટીમનો ભાગ હતા, પરંતુ પંતને શિખર ધવનની જગ્યાએ બોલાવવામાં આવ્યો હતો. પંત સેમિ-ફાઇનલમાં એક ખરાબ શાટ મારીને આઉટ થયો હતો. કાર્તિકે પણ તેને મળેલી તકોમાં સૌને નિરાશ કર્યા. ધોની કેટલીક સારી ઇનિંગ રમવા છતા પોતીની ધીમી બેટિંગનાં કારણે નિશાને રહ્યો અને રાહુલે શિખરનાં સ્થાન પર બેટિંગ કરતા ભારતને સારી શરૂઆત આપી, પરંતુ સેમિ-ફાઇનલમાં તે પણ અસફળ રહ્યો.

Admin

Admin

9909969099
Right Click Disabled!