થાઈલેન્ડ ઓપનઃ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જાડી ફાઇનલમાં પહોંચી

બેંગકોક,
સાત્વિકસાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય પુરૂષ ડબલ્સ જાડીએ શનિવારે અહીં થાઈલેન્ડ ઓપનના સેમિફાઇનલમાં કોરિયાના સુંગ હ્યૂન અને શિન બેક શેઓલને પરાજય આપીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. આ ભારતીય જાડીએ અંતિમ-૪ મુકાબલાને ૨૨-૨૦, ૨૨-૨૪, ૨૧-૯થી પોતાના નામે કર્યો હતો. વર્લ્ડ રેન્કિંગમાં ૧૬મા સ્થાન પર રહેલી આ ભારતીય જાડીએ ચેÂમ્પયન બનવા માટે હવે રવિવારે ચીનની લી જુન હેઈ અને લિયૂ યૂ ચેનની જાડીના પડકારનો સામનો કરવો પડશે. ચીનની આ જાડીએ એક અન્ય સેમિફાઇનલ મુકાબલામાં જાપાનના હિરોયુકી એન્ડો અને યુતા વાજાનાબેની જાડીને ૨૧-૧૩, ૨૨-૨૦થી પરાજય આપ્યો હતો.