ટેસ્ટની જર્સી પર નામ-નંબર હાસ્યાસ્પદ લાગે છેઃ બ્રેટ લી

મેલબર્ન,
આૅસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ૪૨ વર્ષીય બ્રેટ લીને પણ ટેસ્ટની નવી જર્સી જરાય નથી ગમી. તેણે ટ્વીટ કર્યું હતું કે ‘ખેલાડીઓની સફેદ જર્સી પર નામ અને નંબરની પદ્ધતિ મને તો બહુ હાસ્યાસ્પદ લાગી છે. હું તો ટેસ્ટના ખેલાડીઓની જર્સીની પાછળ નામ અને નંબર લખવાની પ્રથાની વિરુદ્ધમાં છું. કેવું હસવા જેવું લાગે છે! આઇસીસીને કહેવા માગું છું કે તમે ક્રિકેટની પાપ્યુલારિટી વધારવા સામાન્ય રીતે જે પ્રયત્ન કરી રહ્યા છો એ પ્રશંસનીય છે, આ જર્સીની બાબતમાં તમે થોડી ભૂલ કરી છે.’ ઍશિઝ-સિરીઝની સાથે સૌપ્રથમ ‘વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ’નો પણ આરંભ થયો છે અને એ ટાંણે આઇસીસીએ ખેલાડીઓની જર્સીને થોડી આકર્ષક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ૧૪૨ વર્ષ જૂની ટેસ્ટ-ક્રિકેટની આ અનોખી ઘટના છે.ક્રિકેટ જગતનું સંચાલન કરતી આઇસીસીએ ટેસ્ટ-ક્રિકેટને લોકપ્રિય બનાવવા માટેના એક નવા નુસખા તરીકે ખેલાડીઓની જર્સી પર નામ અને નંબર લખવાની જે નવી પ્રથા શરૂ કરી છે એ આૅસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન ઍડમ ગિલક્રિસ્ટને વાહિયાત લાગી છે. તેણે ટિવટર પર જણાવ્યું છે કે ‘મને એ કહેતા જરાય અફસોસ નથી થતો કે ટેસ્ટની જર્સી પર નામ અને નંબર લખવાની જે નવી પ્રથા શરૂ થઈ છે એ સાવ કચરા જેવી છે.