‘કેજીએફ- ૨’માં સંજય દત્ત સાથે મેજર ફાઇટ સીન્સ હશેઃ યશ

મુંબઈ,
કન્નડ સુપરસ્ટાર યશ હાલ તેની ફિલ્મ ‘કેજીએફ’ના બીજા ચેપ્ટરના શૂટિંગમાં વ્યસ્ત છે. ‘કેજીએફ- ૨’ ફિલ્મથી સંજય દત્ત કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યો છે. સંજય દત્તના જન્મદિવસ ૨૯ જુલાઈના રોજ તેનો ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં તે ‘અધીરા’ નામના વિલનના રોલમાં છે. યશે જણાવ્યું કે, ‘આ રોલ માટે સંજય દત્ત એકદમ પરફેક્ટ છે. તેમણે અમારી સાથે ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટથી શરૂ કર્યું છે.’ યશે જણાવ્યું કે, આ ફિલ્મમાં અમારા બન્નેના ખાસ દિલધડક એક્શન સીન્સ હશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તેણે કÌšં કે, સ્કિપ્ટ મુજબ તે મારી વિરુદ્ધ છે અને અમારા વચ્ચે મેજર ફાઇટ સિક્વન્સ હશે. અમે આ એક્શન સિક્વન્સને એકદમ ખાસ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.’ વધુમાં તેણે ઉમેર્યું કે, ‘ફિલ્મ અમારા બંનેના કેરેકટર્સ વગર આગળ વધી શકે એમ જ નથી. અમે અત્યાર સુધી ફિલ્મનું ૧૫થી ૨૦ ટકા જેટલું શૂટિંગ પૂરું કરી લીધું છે.’ આ ફિલ્મ કન્નડ, તમિળ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે. યશે માહિતી આપતા કહયું કે, ‘આ વખતે અમારી પાસે ફિલ્મનું હિન્દી વર્ઝન પણ છે એટલે હા, મિસ્ટર દત્ત તેની લાઇન્સ હિન્દીમાં બોલશે. અમારી પાસે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મુંબઈના એક્ટર્સ છે જે તેમનો કલ્ચરલ ફ્લેવર આમાં ઉમેરશે. પણ આ બધાથી વિશેષ મને લાગે છે કે, કેજીએફ કઈ સ્પોકન લેન્ગવેજમાં છે તેના પર આધાર રાખતું નથી. ફિલ્મના વિઝ્યુઅલ્સ અને ઈમોશન્સ જ ફિલ્મની સાચી જાન છે.’