સર્વ વિદ્યાલય કેમ્પસ કડીની પ્રાથમિક શાળામાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ

સર્વ વિધાલય કેમ્પસ,કડીમાં આવેલી શ્રી કડી નાગરિક સહકારી બેંક પ્રાથમિક શાળા અને લાયન્સ ક્લબ ઓફ કડી ના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ દ્વારા વકતૃત્વ સ્પર્ધા યોજાઈ. આ વકતૃત્વ સ્પર્ધામાં ૧૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધોરણ ૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રવિશંકર મહારાજ વિષે વક્ત્યવ્ય આપતા ઘાંચી મો.સહલ મુસ્તફા પ્રથમ ક્રમે, ધોરણ ૭માં અભ્યાસ કરતા પટેલ પંક્તિ મહેશકુમારે મારા પ્રિય નેતા મહાત્મા ગાંધી વિષે વક્ત્યવ્ય આપતા દ્વિતીય ક્રમે અને ધોરણ ૮ માં અભ્યાસ કરતા પટેલ મન ખોડાભાઈએ માતૃપ્રેમ વિષે વક્ત્યવ્ય આપતા ત્રીતીય ક્રમે વિજેતા થયા હતા. આ ત્રણે વિદ્યાર્થીઓને વિશેષ ઇનામ અને વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને આશ્વાશન ઇનામ લાયન્સ ક્લબ ઓફ કડી ના પ્રમુખ શ્રીમતી હિનાબેન ખમાર અને લાયન્સ ક્લબ ઓફ કડીના મંત્રી પિનાકીનભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય બાબુભાઈ પટેલ અને કર્મચારીગણ હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.