પ્રભાસ ‘સાહો’ના ટ્રેલર લોન્ચ માટે મલ્ટી સિટી ટૂર પર જશે

પ્રભાસ ‘સાહો’ના ટ્રેલર લોન્ચ માટે મલ્ટી સિટી ટૂર પર જશે
Spread the love

મુંબઈ,
પ્રભાસ અભિનીત ‘સાહો’ વર્ષની સૌથી પ્રતીક્ષિત ફિલ્મ છે અને તેને ભારતની અત્યાર સુધીની સૌથી મોટી એક્શન ફિલ્મ ગણવામાં આવી રહી છે. ફિલ્મ રિલીઝ પહેલાં, સુપરસ્ટાર પ્રભાસ પોતાની સહ કલાકાર શ્રદ્ધા કપૂરની સાથે ”સાહો”ના ટ્રેલર રિલીઝ માટે પાંચ શહેરોના પ્રવાસે જશે. અભિનેતાના અંગતના સૂત્રોએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ”બાહુબલી ફ્રેંચાઇઝીને સમાપ્ત થયાને ૨ વર્ષ થઇ ગયા છે અને ત્યારબાદ આ પહેલીવાર હશે, જ્યારે પ્રભાસ એક મલ્ટી સિટી ટૂર પર જશે અને પોતાના ફેન્સ સાથે મુલાકાત કરશે. પાંચ શહેરોના પ્રવાસમાં હૈદ્વાબાદ, ચેન્નઇ, કોચ્ચિ, બેંગ્લોર અને મુંબઇ સામેલ છે. તે તથ્યના આધારે પ્લાન બનાવવામાં આવ્યો છે કે આ ફિલ્મ એક બહુભાષી ફિલ્મ છે અને તેને હિંદી, તમિલ, તેલુગૂ અને મલયાલમ એમ ચાર ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. આ રોમાચંક પ્રવાસની શરૂઆત મુંબઇથી થશે જ્યાં સુપરસ્ટાર પ્રશંસકો સાથે વાતચીત કરશે અને ઇન્ટરવ્યૂ બાદ, હૈદ્વાબાદ અને ચેન્નઇમાં ટ્રેલર લોન્ચ કરશે અને ત્યારબાદ કોચ્ચિ અને બેંગલોર જશે. સુપરસ્ટાર માટે આ બે અઠવાડિયા માટે ટૂરમાં વ્યસ્ત રહેશે જ્યાં તે પ્રશંસકો સાથે વાતચીત કરીશે અને પ્રેસ ઇન્ટરવ્યું અને ટ્રેલર લોન્ચ માટે આ પાંચ શહેરોનો પ્રવાસ કરશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!