નહેરૂ યુવા કેન્દ્રુની વર્ષ ૨૦૧૯-૨૦ માટેની વાર્ષિક કાર્ય યોજના ઘડાઇ

નડિયાદ
નડિયાદ ખાતે કલેકટરશ્રી સુધીર પટેલના અધ્યાક્ષસ્થાટને નહેરૂ યુવા કેન્દ્રવની જિલ્લાય સલાહકાર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં નહેરૂ યુવા કેન્દ્ર , નડિયાદ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માં હાથ ધરાનાર કામગીરીની વાર્ષિક કાર્ય યોજના ઘડવામાં આવી હતી. કલેકટરશ્રી સુધીર પટેલે જણાવ્યું કે નહેરૂ યુવા કેન્દ્રડ દ્વારા ખેડા જિલ્લાકના વિવિધ તાલુકાઓમાં યુથ કલબોના સહયોગથી કેન્દ્રં અને રાજ્ય સરકારની વિવિધ પ્રજાકલ્યાણની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુંદ છે. કલેકટરશ્રીએ ઉમેર્યુ કે વર્ષ દરમિયાન નહેરૂ યુવા કેન્દ્રવ દ્વારા યુથ કલબ ડેવલપમેન્ટ્ કન્વેરશન, યુવા નેતૃત્વૂ અને સામુહિક વિકાસ, રમતગમત સ્પરર્ધા સહિત સ્વશચ્છા ભારત અભિયાન હેઠળ જાહેર સ્થવળોની સફાઇ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. નહેરૂ યુવા કેન્દ્રુ દ્વારા સ્વસચ્છૃતા અંગે જનસમાજમાં વ્યામપક જાગૃતિ આવે તે માટે નિબંધ / સમુહ ચર્ચાના માધ્યરમથી સ્વચ્છતાનો સંદેશો ઘરે ઘરે ગુંજતો કરવા સ્વ ચ્છધતા પખવાડિયાની ૧૫મી ઓગષ્ટચ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. નહેરૂ યુવા કેન્દ્રન દ્વારા રાષ્ટ્રીવય તેમજ આંતરરાષ્ટ્રીોય દિવસોની ઉજવણી સહિત મહાનુભવોની પ્રતિમા સફાઇ જેવા રચનાત્મંક કાર્યો હાથ ધરવામાં આવે છે. કલેકટરશ્રીએ જણાવ્યું કે નહેરૂ યુવા કેન્દ્ર્ દ્વારા છ તાલુકાઓમાં વ્યીવસાયિક શિક્ષણ આધારિત ૧૫૦ જેટલા યુવાનોને કોમ્યુ કે ટરની કુશળ તાલીમ આપવામાં આવશે. નહેરુ યુવા કેન્દ્રનના સંયોજકશ્રી મહેશ રાઠવાએ નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવનાર યુવા વિકાસલક્ષી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા સહિત સમિતિના સભ્યોદ હાજર રહ્યા હતા.