બહુચરાજીમાં ઉમિયાવાડીમાં તાલુકાના પાટીદારો એકઠા થયા

ઊંઝા ખાતે આગામી 18મી થી 22 ડિસેમ્બર સુધી યોજાનાર ઉમિયામાંના લક્ષચંડી મહાયજ્ઞ નિમિતે હૂંડી અર્પણ અને નિમંત્રણ સહિતની ટાયારીઓના ભાગ રૂપે બહુચરાજીની ઉમિયાવાડીમાં બહુચરાજી નગર તેમજ તાલુકાના પાટીદારોનું સંમેલન યોજાયું હતું.જેમાં કડવા અને લેઉઆ પાટીદારોના આશરે 35 ગામોના આગેવાનો ને ઉમિયામાની 200 રૂપિયાની હૂંડી નું વિતરણ કરવામાં આવ્યું હતું.
પાટીદારોના સંમેલનમાં બેચર-બહુચરાજીના પાટીદાર પરિવારોના ઘરેથી માં ઉમના ઘરદીઠ દિવા રૂપે રૂ.200 ની હૂંડી પેટે એકત્ર થયેલ રૂ. 1.20 લાખની હૂંડી હંસાબેન પટેલ, ગીતાબેન પટેલ,ઉષાબેન પટેલ દ્વારા માતાજીના ચરણોમાં અર્પણ કરવા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ મણીભાઈ મમ્મીને અર્પણ કરી હતી તથા દરેક ગામોના આગેવાનોને ગામના ઘર દીઠ સંખ્યા મુજબ રૂ. 200 ની હૂંડી અર્પણ કરાયી હતી તેમજ યજ્ઞમાં બેસવા રૂ. 11 હજારના દૈનિક પાટલાના 15 યજમાનનું પણ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ઉમિયાવાડી ના ચેરમેન વિઠ્ઠલભાઈ લાટીવાળા, 42 લેઉઆ સમાજના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ પટેલ (ખામ્ભેલ), ઊંઝાથી પધારેલા લાલભાઈ,ચિરાગભાઈ,ડૉ. વિક્રમભાઈ તથા જી.એમ.પટેલ (અંબાલા), લિંચના સરપંચ અંજુબેન પટેલ વગેરેએ મહોત્સવનું મહત્વ અને આયોજનની માહિતી આપી ધર્મોત્સવમાં અચૂક પધારવા હાકલ કરી હતી.
સંમેલન ને સફળ બનાવવા હર્ષદભાઈ પાટીદાર સહિત બેચર-બહુચરાજી સમસ્ત પાટીદાર પ્રગતિ યુવક મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.