મહેસાણામાં શાળાઓ, કોલેજો તેમજ સોસાયટીઓમાં પાણી ઘુસતા લોકો મુશ્કેલીમાં

અપુર્વ રાવળ, મહેસાણા
મહેસાણા માં રાત્રી દરમિયાન પડેલા વરસાદ ના કારણે શાળાઓ , કોલેજો તેમજ સોસાયટી ઓમાં પાણી ઘુસ્યા
સાર્વજનિક કોલેજ
નાગલપુર કોલેજ
8 જુલાઈની મધરાતની શહેરના વિવિધ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. શુક્રવારે દિવસ દરમિયાન અવિરત મેઘ સવારી ચાલુ રહી હતી. પરંતુ સાંજ 7 વાગ્યા બાદ વરસાદનું જોર વધ્યું અને શહેરમાં વરસાદ તૂટી પડ્યો હતો. જેને પગલે ઠેર ઠેર પાણી ભરાયા અને મહેસાણા વાસીઓ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા. આખી રાત વરસાદે શહેરને બાનમાં લીધું હતું. જેને પગલે સવારમાં શહેરીજનોને દૂધ-શાકભાજી અને ન્યૂઝ પેપર પણ મોડા પહોંચ્યા હતા.
શુક્રવારે સાંજે 6થી ધોધમાર વરસાદ શરૂ થઇ સતત 8 વાગ્યા સુધી વરસતા બે કલાકમાં વધુ 29 મીમી વરસાદ ખાબક્યો હતો. આ એક ઇંચ વરસાદમાં મોઢેરા રોડ, રાધનપુર રોડ પર ઢીંચણસમા પાણી ભરાઇ રહેતાં વાહનો થંભાવી દેવા પડ્યા હતા. જેના કારણે અર્બન બેંક રોડ, મોઢેરા રોડ, રાધનપુર રોડ પર ટ્રાફીક જામ થયો હતો. ગોપીનાળા અને ભમ્મરીયા નાળામાં પાણી ભરાઇ ગયાં હતાં. જોકે રાત્રે 9 વાગ્યે વરસાદે વિરામ લેતા રસ્તા પરથી પાણી ઓસરવા લાગતાં વાહનચાલકોએ હાશકારો લીધો હતો.
તેમજ રાત્રી દરમિયાન પડેલ વરસાદ ના કારણે મહેસાણા જીલ્લા સહિત અનેક વિસ્તારો માં પાણી ભરાયા હતા મહેસાણા ની કેટલીક શાળા ઓ તેમજ કોલેજ કેમ્પસ બેટ માં ફેરવાયા હતા મહેસાણા ની સાર્વજનિક કોલેજ તેમજ મહેસાણા ના નાગલપુર સ્થિત આવેલી કોલેજ માં પણ ઢીંચણ સામ પાણી ભરાઈ ગયા હતા પાણી ભરવા ના કારણે કોલેજ માં રજા આપી દેવામાં આવી હતી