નાની ઉંમરે બેવડી સદી ફટકારી શુભમન ગિલે તોડ્યો ગંભીરનો રેકોર્ડ

નાની ઉંમરે બેવડી સદી ફટકારી શુભમન ગિલે તોડ્યો ગંભીરનો રેકોર્ડ
Spread the love

ન્યુ દિલ્હી,
ભારતના ઉગતા ખેલાડી બેટ્‌સમેન શુભમન ગિલે કૈરિબિયાઈ ધરતી પર ઈતિહાસ રચ્યો છે. ગુરૂવારે તેમણે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં વેસ્ટઈન્ડીઝ વિરૂદ્ધ ત્રીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી છે. તેની સાથે જ તે ભારતીય પ્રતિનિધિ ટીમ તરફથી રમવામાં આવેલ પ્રથમ શ્રેણી ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટ્‌સમેન બની ગયો છે. શુભમન ગિલે ૧૯ વર્ષ ૩૩૪ દિવસની ઉંમરે આ સફળતા પ્રાપ્ત કરી છે. આ પહેલા આ રેકોર્ડ ગૌતમ ગંભીરના નામે હતો. જેમણે ૨૦૦૨માં ૨૦ વર્ષમાં ૧૨૪ દિવસની ઉંમરે ઝીમ્બામ્બે વિરૂદ્ધ બોર્ડ અધ્યક્ષ એકાદશની ટીમ માટે બેવડી સદી ફટકારી હતી. ગિલે ૨૪૮ બોલમાં અણનમ ૨૦૪ રન બનાવ્યા હતા, જેમાં ૧૯ ચોકા અને બે છક્કાનો સમાવેશ થાય છે. આ શાનદાર શ્રેણીમાં તેનો સ્ટ્રાઈક રેટ ૮૨.૨૫નો રહ્યો. આગળના બેટ્‌સમેનની નિષ્ફળતા પછી ગિલે મોર્ચો સંભાળ્યો હતો. તેમણે કેપ્ટન હનુમા વિહારીની સાથે પાંચની વિકેટ ઝડપી અને ૩૧૫ રનોની ભાગીદારી કરી હતી. ગિલે પહેલી શ્રેણીમાં પહેલા બોલ પર પોતાની વિકેટ ગુમાવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!