ધોની સ્વતંત્રતા પર્વે લદ્દાખમાં તિરંગો ફરકાવશે..!!

ન્યુ દિલ્હી,
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટ કિપર મહેન્દ્રસિંહ ધોની હાલમાં કાશ્મીરમાં સેનાની સાથે છે. બે મહિના ક્રિકેટથી દુર રહેવાની જાહેરાત કરનાર ધોનીને સેનાએ લેફ્ટેનન્ટ કર્નલનો માનદ હોદ્દો આપેલો છે. જેના ભાગરુપે ધોની અન્ય સૈનિકોની સાથે પ્રશિક્ષણ પણ લઈ રહ્યો છે. સૂત્રોનુ કહેવુ છે કે, ૧૫ ઓગષ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરુપે ધોની લદ્દાખના લેહમાં તિરંગો ફરકાવી શકે છે. જાકે સેના દ્વારા સત્તાવાર રીતે આ વાતનુ સમર્થન કરાયુ નથી. ધોની સેનાનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. હાલમાં ૧૦૬ ટેરેટોરિયલ આર્મીની પેરા કમાન્ડો યુનિટમાં તૈનાત ધોની પ્રશિક્ષણ દરમિયાન પણ ધોની અન્ય સૈનિકો સાથે ફૂટબોલ અને વોલીબોલ રમતો નજરે પડી રહ્યો છે. ધોની ૧૫ ઓગષ્ટ સુધી કાશ્મીરમાં જ રોકાવાનો છે. જાકે સેનાના અધિકારીએ ધોની ૧૫ ઓગષ્ટે ક્્યાં ધ્વજવંદન કરશે તે જણાવ્યુ નથી.