Ashes ૨૦૧૯ઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી બીજી ટેસ્ટમાંથી મોઇન અલી બહાર

ન્યુ દિલ્હી,
એશિઝ ટેસ્ટ સિરીઝની બીજી મેચ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડે પોતાની ટીમમાં ઈજાગ્રસ્ત જેમ્સ એન્ડરસન અને ઓલી સ્ટોનને ટીમમાં જગ્યા આપી નથી. એન્ડરસનને પગ અને ઓલીને કમરની ઈજાને કારણે બહાર રાખવામાં આવ્યા છે. આ બંન્ને બોલર પ્રથમ ટેસ્ટમાં ટીમમાં હતા.
આ સિવાય બીજી ટેસ્ટ મેચ માટે ખરાબ ફોર્મનો સામનો કરી રહેલ ઓલરાઉન્ડર મોઇન અલીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેના સ્થાને અંતિમ ઇલેવનમાં સ્પિનર જૈક લીચને જગ્યા આપવામાં આવી છે. મોઇન અલી આ દિવસોમાં ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે અને છેલ્લી આઠ ટેસ્ટ મેચની ચાર ઈનિંગમાં શૂન્ય પર આઉટ થયો છે. આ સિવાય બોલિંગમાં પણ કંઇ ખાસ કરી શક્્યો નથી. એશિઝની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ૪૨ રન આપીને એક વિકેટ ઝડપી હતી જ્યારે બીજી ઈનિંગમાં ૧૩૦ રન આપીને બે વિકેટ લીધી હતી.
બીજી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમઃ
જા રૂટ, જાની બેયરસ્ટો, જાફ્રા આર્ચર, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જાસ બટલર, સૈમ કરન, જા ડેનલી, જૈક લીચ, જેસન રોય, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ.