“મુખોટા”

“હેલો સુધીર
તમે અત્યારે ને અત્યારે ઘરે આવો હિત સ્કુલેથી આવ્યો ત્યારનો એને તાવ છે. નિંદરમાં પણ બબડાટ કરીને જાગી જાય છે. ચીસો નાખે છે. એય રુપલી, એય રુપલી મને, ખાવાનું આપ. ખાવાનું આપ. એવું બોલે છે ને મારી સામે મોટી મોટી આંખો કરી ડોળા કાઢે છે. એની આંખો પણ કંઈક અલગ પ્રકારની જ લાગે છે..” પ્રજ્ઞા એક શ્ર્વાસે બોલી ગઈ.
“ચાલ, હુ આવુ છુ. “કહી સુધીરે ફોન કટ કર્યો….
સુધીર ઘરે પહોંચ્યો ત્યાં બહાર ઉભી ઉભી પ્રજ્ઞા રડી રહી હતી. બંને ઘરમાં ગયા, ત્યાં દિવાલ પર હિત કંઈક ચીતરી રહ્યો હતો. સુધીર કંઈ બોલે એ પેહલા જ હિત બોલ્યો” ત્યાંજ ઉભો રહી જા..જોતો નથી હુ ચહેરો બદલું છુ..”
સુધીરે મનમાં બડબડાટ કર્યું ‘ચેહરો બદલુ છુ….’ સુધીર સમજી ગયો કે નક્કી આને પારકો પલ્લો છે. એણે તરત જ અમીતાનંદ બાપુ પાસે જઈ સત્ય વાત કરી એટલે બાપુએ કહ્યું “એની પર કોઈ મુખોટા વેચવાવાળાએ નજર નાખી છે, એટલે તમારો દિકરો ભરખાઈ ગયો છે. આ તાવીજ બાંધી દો સારું થઈ જશે..” ઘરે જઇને જેવું તાવીજ બાંધ્યું એ સાથે જ હિતે મમ્મી કહીને બાંથ ભરી લીધી.
ડેલી બહાર ફુગ્ગા તથા ચેહરાના મુખોટા વેચવાવાળો નિકળ્યો ને બાજુવાળાની ધાર્મિએ ચીસ નાખી.
✍?સંજય ભટ્ટ….ખુશ
લાઠી. જી અમરેલી…
9426971236