કડી પોલીસ સ્ટેશનમાં વિહિપ, દુર્ગાવાહિનીની બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી

શ્રાવણ મહિના ની સુદ પૂનમના દિવસે ભાઈ બહેન ના હેતનો ઉત્સવ રક્ષાબંધન ઉજવવામાં આવે છે.હિન્દૂ ધર્મમાં રક્ષાબંધનનું અનોખું મહત્વ જોવા મળે છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે જ્યારે ભાઈ બહેનની રક્ષાનું બહેન ને વચન આપે છે.
કડી ખાતે વિહિપ ની મહિલા પાંખ દુર્ગાવાહીની ની બહેનો દ્વારા સોમવાર ના રોજ સાંજે પાંચ વાગે કડી પોલીસ સ્ટેશનમાં દરેક પોલીસ ભાઈઓને રાખડી બાંધી પોલીસ ભાઈઓની રક્ષા કરવા ભગવાન ને પ્રાર્થના કરી હતી.આ ઉજવણીમાં કડી પોલીસ સ્ટેશન ના પી.આઈ. જી.એસ.પટેલ તથા અન્ય સ્ટાફ તથા દુર્ગાવાહીની માંથી હેતલબેન સહિત ઘણી બધી બહેનો ઉપસ્થિત રહી હતી.