કડીના સાદરા ગામે વરસાદી પાણી ઓસરતા ગામના યુવકનો મૃત હાલતમાં મળ્યો

કડી માં શુક્રવારના રાત્રીના રોજ 12 ઇંચ થી પણ વધારે વરસેલા વરસાદ થી કડી તાલુકાના આજુબાજુ ગામમાં પણ વરસાદી પાણી ભરાયી ગયા હતા જેમાં કડી તાલુકા ના સાદરા ગામમાં વધારે વરસાદ થી ગામમાં ઠેર ઠેર કેડ સમાં પાણી ભરાયી ગયા હતા.બે દિવસ પછી ગામમાં વરસાદી પાણી ઓસરતા સાદરા બસ સ્ટેન્ડ પાસે આવેલા ગરનાળા માંથી ગામના યુવાન ઠાકોર કાંતિજી જકશીજી ની લાશ મળી આવતા ગામમાં ઉચવાટ ફેલાયી ગયો હતો.
મૃતક યુવાન નું પાણીમાં તણાતાં મૃત્યુ થયુ કે કઈ અજુગતું બની ગયું તેવા લોકોમાં પ્રશ્નો ઉઠવા પામ્યા છે
પ્રાપ્ત વિગતો અનુસાર શુક્રવાર ના રોજ મૃતક યુવાન સાંજ ના સમયે ચાલુ વરસાદમાં ગામમાં આવેલી શાળામાં આંટો મારી આવું એમ કહી નીકળ્યો હતો પણ બે દિવસ સુધી ઘેર પરત નહિ ફરતા ઘરવાળા ચિંતાતુર થયી ગયા હતા અને ચોતરફ શોધખોળ આદરી હતી.સાદરા ગામના બસસ્ટેન્ડ પાસેના ગરનાળામાં કોઈ યુવાન મૃત હાલતમાં પડેલ હોવાની બાતમી મળતા મૃતક યુવાનનો ભાઈ ઠાકોર વિક્રમજી જકશીજી એ જોતાં મૃતક પોતાનો ભાઈ હોવાનું જણાવ્યું હતું.
કડી પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.