ગણપત યુનિવર્સિટી ખાતે મહિલા સશક્તિકરણ પાંખવાડિયાની ઉજવણી

ગણપત યુનિવર્સિટી ખાતે મહિલા સશક્તિકરણ પાંખવાડિયાની ઉજવણી
Spread the love

અપુર્વ રાવળ, મહેસાણા

મહેસાણા જીલ્લા સુરક્ષા સેતુ અંતર્ગત  ગણપત યુનિવર્સીટી ખેરવા ખાતે મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી તથા મહિલા કાનુની જાગૃતિ દિવસની ઉજવણી પોલીસ અધિક્ષક નિલેષ જાજડીયા નાઓના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ જેમાં શ્રીમતી ચતુર્વેદી ડીન ગણપત યુનિવર્સીટી તથા નાયબ પોલીસ અધિક્ષક  મંજીતા વણઝારા તેમજ જીલ્લા સાયબર ક્રાઇમના પો.સ.ઇ. સી.વી.નાયક તથા મહિલા પોલીસ સ્ટેશન ના પો.સ.ઇ. તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા. ગણપત યુનિવર્સીટીના દરેક ફેકલ્ટીની મહિલા સ્ટુડન્ટ તેમજ મહિલા પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પોલીસ અધિક્ષક  નિલેષ જાજડીયા તથા નાયબ પોલીસ અધિક્ષક  મંજીતા વણઝારા નાઓએ ઉદબોધન કરી મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલાઓના જાતીય શોષણ, તેઓના હક્કો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ તેમજ પો.સ.ઇ. સાયબર ક્રાઇમ સેલ નાઓએ સાયબર ક્રાઇમના ગુન્હાઓ કેવી રીતે બને છે અને છેતરપીડી કેવી રીતે થાય છે? તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી  મહિલા સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે અંગે શુ તકેદારી રાખી શકાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમારોહમાં અંદાજીત ૬૦૦ જેટલી મહિલાઓ હાજર રહી હતી  આ કાર્યક્રમનુ સફળ સંચાલન ગણપત યુનિવર્સીટી તથા મહેસાણા જીલ્લા સુરક્ષા સેતુ દ્રારા કરવામાં આવેલ હતુ.

Admin

Admin

9909969099
Right Click Disabled!