ઉકાઈમાંથી સતત ત્રીજા દિવસે પાણી છોડાયું, ડેમના ૧૩ દરવાજા ૮.૫ ફૂટ ખોલાયા

ઉકાઈમાંથી સતત ત્રીજા દિવસે પાણી છોડાયું, ડેમના ૧૩ દરવાજા ૮.૫ ફૂટ ખોલાયા
Spread the love

ઊકાઇ,

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી સતત ત્રીજા દિવસે પાણી છોડવામાં આવી રÌšં છે. ઉકાઈમાંથી પાણી છોડાતા સુરતમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં ૨,૮૯,૨૮૩ ક્્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમમાંથી ૧,૯૪, ૦૩૫ ક્્યુસેક જાવક થઈ રહી છે.

હાલમાં ઉકાઈ ડેમના ૧૩ દરાવાજા ૮.૫ ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદનું જાર ઘટતાં ડેમમાં ધીમે ધીમે પાણીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે.

ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે, જ્યારે ડેમનું આૅગસ્ટનું રૂલ લેવલ ૩૩૫ ફૂટ છે. ડેમ આૅગસ્ટના રૂલ લેવલથી ૨ ફૂટ વધારે ભરાયો છે તેથી હાલ ચિંતાની કોઈ Âસ્થતિ નથી. ઉપરવાસમાંથી પાણીની આવકને ધ્યાને રાખી ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવશે.
આભાર – નિહારીકા રવિયા

Admin

Admin

9909969099
Right Click Disabled!