મારી અને વિરાટની તુલના કરવી યોગ્ય નથી,બંન્ને રમત અલગ છેઃ બાબર આઝમ

મારી અને વિરાટની તુલના કરવી યોગ્ય નથી,બંન્ને રમત અલગ છેઃ બાબર આઝમ
Spread the love

લંડન,
ટીમ મારી અને વિરાટની તુલના કરવી યોગ્ય નથી,બંન્ને રમત અલગ છેઃ બાબર આઝમનો સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી હાલમાં દુનિયાનો નંબર વન બેટ્‌સમેન છે. પાકિસ્તાની ટાપ ઓર્ડર બેટ્‌સમેન બાબર આઝમ ઇચ્છે છે કે તેની સરખામણી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે ના થાય. તેને ફેન્સને તાકીદ કરી છે કે આ તુલના યોગ્ય નથી કેમકે મારી અને વિરાટની રમત અલગ છે. અમે બન્ને અલગ ખેલાડી છીએ. સમય સમય પર પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમની ફેન્સ વિરાટ કોહલી સાથે સરખામણી કરી રહ્યાં છે. વર્લ્ડકપ અને આઇસીસી ટૂર્નામેન્ટ્‌માં પણ તેની સરખામણી વિરાટ સાથે થઇ હતી. જાકે હવે આ મામલે ખુદ બાબર આઝમ કહી રહ્યો છે કે, હુ મારા ફેન્સને વિનંતી કરીશ કે મારી સરખામણી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે ના કરવામાં આવે. કેમકે અમે બન્ને અલગ છીએ અમારી રમત અલગ છે.આઝમે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, મને નથી લાગતુ કે અમારી બન્નેની વચ્ચ તુલના કરવાની જરૂર છે. કેમકે એકબાજુ વિરાટની ગેમ અલગ છે તો બીજીબાજુ મારી પણ અલગ છે. હું માત્ર મારી બેટિંગ પર ફાકસ કરવા ઇચ્છુ છું, હું નથી ઇચ્છતો કે મારી તુલના કોઇ ક્રિકેટર સાથે થાય.

Admin

Admin

9909969099
Right Click Disabled!