અરવલ્લી : અધિકારીઓ-કર્મચારીઓને દુર્ગા વાહિનીની મહિલાઓ દ્વારા રક્ષાબંધન

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ,
ભાઈ-બહેનના પવિત્ર સંબંધોના પાવન પર્વ રક્ષાબંધનની આજે પૂર્વ સંધ્યાએ અરવલ્લી જિલ્લામાં વિશ્વહિન્દુ પરિષદ દુર્ગાવાહીની દ્વારા રક્ષાબંધનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ હિન્દૂ પરિષદ (મહિલા વિભાગ) દુર્ગાવાહીની-માતૃશક્તિ દ્વારા હિન્દૂ ધર્મના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે મોડાસા નગરમાં સબજેલ,ડીએસપી કચેરી,કલેકટર કચેરી અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવાંમાં આવી હતી.અને જિલ્લા કલેકટર એમ નાગરાજન તેમજ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલને વિશ્વ હિન્દૂ પરિષદની મહિલાઓ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી…આ ઉપરાંત કમર્ચારીઓ અને પોલીસ ભાઈઓને પણ રાખડી બાંધી બહેન-દીકરીઓની રક્ષા કરવા અને ગૌમાતાની રક્ષા કરવા વચન માગ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દૂ પરિષદની દુર્ગાવાહીનીની ઉત્તર ગુજરાત પ્રાંતની સોનલબેન પટેલ તેમજ જિલ્લા ઉપાધ્યક્ષ મધુબેન વ્યાસ,જિલ્લા સંયોજિકા લતાબેન ભાવસાર ,જિલ્લા સહ સંયોજિકા લીનાબેન પટેલ,પ્રખંડ સંયોજિકા સુનીતાબેન મેઘા તેમજ અન્ય કાર્યકર્તા બહેનો હાજર રહી રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.