લાયન્સ ક્લબ ઓફ વિરમગામ ખાતે સ્ત્રીઓ માટે સ્તન કેન્સર જાગૃતિ કેમ્પ

વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ
તા.૧૮/૦૮/૨૦૧૯ને રવિવારે સવારે ૯.૦૦ કલાકે કેન્સર સ્પેશિયાલિસ્ટ ર્ડા.કિન્નર શાહ, વિરમગામ લાયસન્સ કલબ ઓફ વિરમગામ અને સાલ હોસ્પિટલ અમદાવાદ ના સહયોગથી વિરમગામ લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સ્ત્રીઓ માટે સ્તન કેન્સર જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે બ્રેસ્ટ કેન્સરના લક્ષણો જાણી તેની સારવાર મળવી તેને અટકાવી શકાય છે.હાલ બ્રેસ્ટ કેન્સરના કેશ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે લાયન્સ કલબ ઓફ વિરમગામ ના સહયોગથી આવા સુંદર કેમ્પનું આયોજન કર્યુ છે ત્યારે મહીલાઓએ લાભ લેવા વિંનતી છે. તેમ લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.