અરવલ્લી:ડેમાઈ ગામે પ્રજા સહયોગથી ભારતમાતા મંદિરનું નિર્માણ થશે

અરવલ્લી:ડેમાઈ ગામે પ્રજા સહયોગથી ભારતમાતા મંદિરનું નિર્માણ થશે
Spread the love

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લેવાનો અદભુત પૂર્વ નિર્ણયને જનમાનસમાં કાયમી કરવા માટે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ગામે આજના અખંડ ભારતના સંકલ્પ દિવસે પ્રજાના સહયોગથી ભારત માતા ના મંદિર નું નિર્માણ કરવા માટે ડેમાઈ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા સંકલ્પ કરવામાં આવેલ છે

ઉત્સાહી સરપંચ મહેશભાઈ પટેલે જણાવ્યાું દેશની આઝાદી માં યોગદાન આપનાર આઝાદી ના લડવૈયા ઓના ચિત્રો , પ્રતિમા,પ્રદર્શિત કરી રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવામાં આવનાર છે સ્વાતંત્ર સેનાની અને  દેશ માટે શહીદ થનાર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ તેમજ અન્ય શહીદ વીરુના તેમજ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામા પ્રસાદ મુખર્જી, ડો. બાબા સાહેબ આંબેડકર જેવા સ્વાતંત્ર વીરોને પણ  યાદગીરી કાયમ કરી રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવામાં આવશે,આ મંદિરના નિર્માણ માટે સમગ્ર ગામમાંથી લોકફાળો એકઠો કરવામાં આવશે જેના કારણે ગ્રામજનોમાં આ મંદિરમાં પોતીકા નો ભાવ જાગૃત થશે શકે.

હમણાં જ દેશમાંથી 370 ની કલમ દૂર કરી અખંડ ભારત કરવા માટેના દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ ની યાદગીરી પણ ભારતના મંદિર ની સાથે સાથે ઉજાગર કરવામાં આવશે,

સાથે-સાથે ડેમાઈ ગામ ની સ્થાપના આજથી ૭૦૦વર્ષ પૂર્વે થઈ હોવાનું ઈતિહાસકારો કહી રહ્યા છે બારોટ ના ચોપડા માથી ડેમાઈ ગામ ની ઉત્પતિ નો ઇતિહાસ પ્રાપ્ત થયેલ છે ભાવિ પેઢી પોતાના ગામનો ઇતિહાસ સુપેરે માહિતગાર થાય તે માટે શિલાલેખ, ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી માં ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ આદિત્ય પ્રતિમા સાથે ઇતિહાસને કંડારવામાં આવનાર છે ડેમાઈ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયના કારણે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આ મંદિર નિર્માણ અંદાજીત ખર્ચ 10 થી 15 લાખ રૂપિયા થનાર છે અરવલ્લી જિલ્લાના સ્વાતંત્ર વીરોની યાદગીરી ને પણ તાજા કરવામાં આવશે

Admin

Admin

9909969099
Right Click Disabled!